________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૪ સૂત્ર ૨૮-૨૯ ]
[ ૨૯૧ ભવનવાસી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય स्थितिरसुरनागसुपर्णद्वीपशेषाणां सागरोपमत्रिपल्यो
૫માદ્ધદીનમિતા: ૨૮ાા અર્થ - ભવનવાસી દેવોમાં અસુરકુમાર, નાગકુમાર, સુપર્ણકુમાર, દ્વીપકુમાર અને બાકીના છ કુમારોનું આયુષ્ય ક્રમથી એક સાગર. ત્રણ પલ્ય, અઢી પલ્ય, અને દોઢ પલ્ય છે. | ૨૮
વૈમાનિક દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય सौघमॆशानयोः सागरोपमे अघिके।। २९।। અર્થ - સૌધર્મ અને ઐશાન સ્વર્ગના દેવોનું આયુષ્ય બે સાગરથી કંઇક અધિક છે.
ટીકા (૧) ભવનવાસી દેવો પછી વ્યંતર અને જ્યોતિષી દેવોનું આયુષ્ય બતાવવાને બદલે વૈમાનિકનું આયુષ્ય બતાવવાનું કારણ એ છે કે તેમ કરવાથી પછીનાં સૂત્રોમાં લધુતા (-ટૂંકાપણું ) આવી શકે છે.
(૨) “સાગરોપમે' આ શબ્દ દ્વિવચનરૂપ છે, તેનો અર્થ “બે સાગર' થાય છે.
(૩) “ વો' આ શબ્દ ઘાતાયુષ્ક જીવોની અપેક્ષાએ છે; તેનો ખુલાસો એ છે કે-કોઈ સમ્યગ્દષ્ટિ મનુષ્ય શુભ પરિણામથી દસ સાગર પ્રમાણ બ્રહ્મ-બ્રહ્મોતર સ્વર્ગનું આયુષ્ય બાંધ્યું, પછી તે જ મનુષ્યભવમાં સંકલેશ પરિણામ વડ તે આયુની સ્થિતિનો ઘાત કર્યો અને સૌધર્મ-ઐશાનમાં ઊપજ્યો, તે જીવ ઘાતાયુષ્ક કહેવાય છે; સૌધર્મઐશાનના બીજા દેવો કરતાં તેને અર્ધાસાગરમાં એક અંતર્મુહૂર્ત ન્યૂન એટલું આયુષ્ય વધારે હોય છે. આવું વાતાયુષ્કપણે પૂર્વના મનુષ્ય તથા તિર્યંચ ભવમાં થાય છે.
(૪) આયુષ્યનો ઘાત બે પ્રકારે છે–એક અપવર્તનઘાત અને બીજો કદલીવાત. બધ્યમાન આયુષ્યનું ઘટવું તે અપવર્તનશાત છે અને ભૂજ્યમાન [ ભોગવવામાં આવતાં] આયુષ્યનું ઘટવું તે કદલીવાત છે. દેવોમાં કદલીવાત આયુષ્ય હોતું નથી.
(૫) ઘાતાયુષ્ક જીવનો ઉત્પાદ બારમા દેવલોક પર્યત જ હોય છે. | ૨૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com