________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૪ ]
મોક્ષશાસ્ત્ર આ ક્ષેત્રોમાં જ જન્મેલા મનુષ્યો ઉપાર્જન કરે છે. અસિ, મણિ, કૃષિ આદિ છ કર્મ પણ આ ક્ષેત્રોમાં જ થાય છે, તથા દેવપૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન એ છ પ્રકારનાં શુભ (પ્રશસ્ત) કર્મ પણ આ ક્ષેત્રોમાં જ જન્મેલા મનુષ્યો કરે છે તેથી આ ક્ષેત્રોને જ કર્મભૂમિ કહેવામાં આવે છે. [ ૩૭T.
મનુષ્યોનું ઉત્કૃષ્ટ તથા જઘન્ય આયુષ્ય नृस्थिती पराऽवरे त्रिपल्योपमान्तर्मुहूर्ते।।३८।। અર્થ - મનુષ્યોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્ય અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
ટીકા એ ધ્યાન રાખવું કે મનુષ્યભવ તે એક જાતની ત્રસગતિ છે. બે ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી ત્રસ ગતિ છે. તેનો એક સાથે ઉત્કૃષ્ટ કાળ બે હજાર સાગરોપમથી સહેજ અધિક છે; તેમાં સંજ્ઞી પર્યાપક મનુષ્યપણાનો કાળ તો બહુ જ થોડો છે. મનુષ્યભવમાં જો જીવ સમ્યગ્દર્શન પ્રગટ કરી ધર્મની શરૂઆત નહિ કરે તો, મનુષ્યપણું મટયા પછી કદાચ ત્રસમાં જ રહે તોપણ, નારકી-દેવ-તિર્યંચ અને બહુ થોડા મનુષ્યભવ કરીને છેવટે ત્રસ કાળ પૂરો કરી એકેન્દ્રિયપણું પામશે. ત્યાં ઘણો ઘણો કાળ (ઉત્કૃષ્ટપણે અસંખ્યાતા પુદ્ગલપરાવર્તનકાળ) સુધી રહી એકેન્દ્રિય પર્યાયો (શરીરો) ધારણ કરશે. || ૩૮
તિર્યંચોની આયુષ્યસ્થિતિ
તિર્યયોનિનાનાં ઘા રૂા. અર્થ:- તિર્યંચોના આયુષ્યની ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિ તેટલી જ (મનુષ્યના જેટલી) છે.
ટીકા તિર્યંચોના આયુષ્યના પેટા વિભાગ નીચે પ્રમાણે છે:જીવની જાત
ઉત્કૃષ્ટ આયુષ્ય (૧) પૃથ્વીકાય
રર000 વર્ષ (૨) વનસ્પતિકાય
૧0000 વર્ષ (૩) અકાયા
૭000 વર્ષ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com