SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates અ. ૩ સૂત્ર ૩૭ ] [ ૨૬૩ (૧૩) મ્લેચ્છ મ્લેચ્છ મનુષ્યો બે પ્રકારના છે-કર્મભૂમિજ અને અન્તર્રીપજ. (૧) પાંચ ભરતના પાંચ ખંડ, પાંચ ઐરાવતના પાંચ ખંડ અને વિદેહના આઠસો ખંડ એમ (૨૫ + ૨૫ + ૮૦૦) આઠસો પચાસ મ્લેચ્છ ક્ષેત્રો છે; તેમાં જન્મેલા મનુષ્યો કર્મભૂમિજ છે; (૨) લવણસમુદ્રમાં અડતાલીસ દ્વીપ તથા કાળોદધિસમુદ્રમાં અડતાલીસ દ્વીપ એ બન્ને મળી છનું દ્વીપમાં કુભોગભૂમિયા મનુષ્યો છે તેને અન્તર્રીપજ મ્લેચ્છ કહેવાય છે. તે અંતર્ધીપજ મ્લેચ્છ મનુષ્યોના ચહેરા વિચિત્ર પ્રકારના હોય છે; તેમને માણસનું શરીર (ધડ) અને તે ઉ૫૨ હાથી, રીંછ, માછલાં, વગેરેના માથાં, ઘણાં લાંબા કાન, એક પગ, પૂછડું વગેરે હોય છે; તેમનું આયુષ્ય એક પલ્યનું હોય છે અને ઝાડનાં ફળ, માટી વગેરે તેમનો ખોરાક છે. ।। ૩૬।। કર્મભૂમિનું વર્ણન भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्याः ।। ३७ ।। અર્થ:- પાંચ મેરુ સંબંધી પાંચ ભરત, પાંચ ઐરાવત, દેવકુરુ તથા ઉત્તરકુરુ એ બેને છોડીને પાંચ વિદેહ એ રીતે અઢીદ્વીપમાં કુલ પંદર કર્મભૂમિઓ છે. ટીકા (૧) જ્યાં અસિ, મસિ, કૃષિ, વાણિજ્ય, વિદ્યા અને શિલ્પ એ છ કર્મની પ્રવૃત્તિ હોય તેને કર્મભૂમિ કહે છે. વિદેહના એક મેરુ સંબંધી બત્રીસ ભેદ છે; અને પાંચ વિદેહ છે તેથી ૩૨ × ૫ =૧૬૦ ક્ષેત્ર પાંચ વિદેહનાં થયા, અને પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દસ મળીને કુલ પંદર કર્મભૂમિઓના ૧૭૦ ક્ષેત્રો છે. આ પવિત્રતાનાં “ધર્મનાં ક્ષેત્રો છે અને મુક્તિ પ્રાપ્ત કરનારા મનુષ્યો ત્યાં જ જન્મે છે. એક મેરુસંબંધી હિમવત, હરિક્ષેત્ર, રમ્યક્, હિરણ્યવત, દેવકુરુ અને ઉત્તરકુરુ એવી છ ભોગભૂમિ છે. એ પ્રમાણે પાંચ મેરુ સંબંધી ત્રીસ ભોગભૂમિ છે. તેમાં દસ જઘન્ય, દસ મધ્યમ અને દસ ઉત્કૃષ્ટ છે. તેમાં દસ પ્રકારનાં કલ્પવૃક્ષ છે. તેના ભોગ ભોગવી જીવ સંકલેશરહિત-શાતારૂપ રહે છે. (૨) પ્રશ્ન:- કર્મનો આશ્રય તો ત્રણે લોકનાં ક્ષેત્ર છે તો કર્મભૂમિનાં એકસો સિત્તેર ક્ષેત્ર જ કેમ કહો છો, ત્રણે લોકને કર્મભૂમિ કેમ કહેતા નથી ? ઉત્તર:- સર્વાર્થસિદ્ધિ પહોંચવાનું શુભકર્મ અને સાતમી નરકે પહોંચવાનું પાપકર્મ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy