________________
[ મોક્ષશાસ્ત્ર
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬ ]
જંબુદ્વીપનો વિસ્તાર તથા આકાર तन्मध्ये मेरुनाभिर्वृत्तो योजनशतसहस्रविष्कम्भो जम्बुद्वीपः।।९।।
અર્થ:- તે બધા દ્વીપ-સમુદ્રોની વચમાં જંબુદ્વીપ છે, તેની નાભિ સમાન સુદર્શન મેરુ છે; તથા જંબુદ્વીપ થાળી સમાન ગોળ છે અને એક લાખ યોજન તેનો વિસ્તાર છે.
ટીકા
(૧) સુદર્શનમેરુની ઊંચાઈ એક લાખ યોજનની છે, તેમાંથી તે એક હજાર યોજના નીચે જમીનમાં અને નવાણું હજાર યોજન જમીનની ઉપર છે. તે સિવાય ૪) યોજનની ચૂલિકા છે. [ બધી અકૃત્રિમ ચીજોના માપમાં ૨OOO કોસનો યોજન લેવામાં આવે છે, તે મુજબ અહીં લેવો.]
(૨) કોઈ પણ ગોળ ચીજનો પરિધિ તેના વ્યાસ કરતાં ત્રણગણાથી સહેજ વધારે (રર/૭) હોય છે. જંબુદ્વીપનો પરિધિ ૩૧૬રર૭ યોજન ૩ કોસ, ૧૨૮ ધનુષ અને ૧૩ાા અંગુલથી કાંઈક અધિક થાય છે.
(૩) આ દ્વીપના વિદેહક્ષેત્રમાં આવેલ ઉત્તરકુરુ ભોગભૂમિમાં અનાદિનિધન પૃથ્વીકાયરૂપ અકૃત્રિમ પરિવાર સહિત જંબુવૃક્ષ છે તેથી દીપનું નામ જંબુદ્વીપ છે. |
સાત ક્ષેત્રોનાં નામ भरतहैमवतहरिविदेहरम्यकहैरण्यवतैरावतवर्षा:क्षेत्राणि।।१०।।
અર્થ- આ જંબુદ્વીપમાં ભરત, હેમવત, હરિ, વિદેહ, રમ્યક, હેરણ્યવત અને ઐરાવત એ સાત ક્ષેત્ર છે.
ટીકા ભરતક્ષેત્રમાં આપણે રહીએ છીએ, વિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરાદિક વસ વિહરમાન તીર્થંકર ભગવાનો વિચરે છે. | ૧૦
ક્ષેત્રોના સાત વિભાગ કરનારા છ પર્વતનાં નામ तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवन्निषधनील
रुक्मिशिखरिणी वर्षधरपर्वताः।।११।। અર્થ:- તે સાત ક્ષેત્રોના વિભાગ કરનારા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા ૧
હિમવતું,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com