________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૩ સૂત્ર ૭-૮ ]
[ ૨૪૫ નારકીનું ક્ષેત્ર સંયોગરૂપે હોય છે; કર્મ તેને નરકમાં લઈ જતું નથી. કર્મના કારણે જીવ નરકમાં જાય છે એમ કહેવું તે તો માત્ર ઉપચારકથન છે, જીવનો કર્મની સાથેનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ બતાવવા માટે શાસ્ત્રોમાં તે કથન જણાવ્યું છે, પરંતુ ખરેખર જડકર્મ જીવને નરકમાં લઈ જાય છે એમ બતાવવા માટે તે કહ્યું નથી. ખરેખર કર્મ જીવને નરકમાં લઈ જાય છે એમ માનવું તે મિથ્યા છે. (૧૧) સાગર કાળનું માપ૧ સાગર = દસ x ક્રોડ x ક્રોડ અદ્ધાપલ્ય. ૧ અદ્ધાપલ્ય = એક ગોળ ખાડો જેનો વ્યાસ (Diameter) ૧ યોજના (=૨OOO કોસ) અને ઊંડાઈ પણ તેટલી જ હોય, તે ઉત્તમ ભોગભૂમિના સાત દિવસના ઘેટાના કૂણા વાળથી ઠાંસીઠાંસીને ભર્યો, તેમાંથી દર સો વર્ષે એક વાળ કાઢવો. એ પ્રમાણે કરતાં ખાડો ખાલી થતાં જે વખત લાગે તે એક વ્યવહારકલ્પ છે, એવા અસંખ્યાત વ્યવહાર કલ્પ=એક ઉદ્ધારકલ્પ. અસંખ્યાત ઉદ્ધારકલ્પ=એક અદ્ધાકલ્પ. આ રીતે અધોલોકનું વર્ણન પૂરું થયું. | ૬
-મધ્યલોકનું વર્ણન
કેટલાક દ્વીપ-સમુદ્રોનાં નામો जम्बुद्वीपलवणोदादयः शुभनामानो द्वीपसमुद्राः ।।७।।
અર્થ:- આ મધ્યલોકમાં સારા સારા નામવાળા જંબુદ્વીપ વગેરે દ્વીપો અને લવણસમુદ્ર વગેરે સમુદ્રો છે.
ટીકા સર્વથી વચમાં થાળીના આકારે જંબુદ્વીપ છે જેમાં આપણે અને શ્રી સીમંધરપ્રભુ વગેરે રહીએ છીએ. ત્યારપછી લવણસમુદ્ર છે. તેની ચારે બાજા ધાતકીખંડ દ્વીપ છે. તેની ચારે બાજુ કાળોદધિસમુદ્ર છે. તેની ચારે બાજુ પુષ્કરવાર દ્વિીપ છે અને તેની ચારે બાજુ પુષ્કરવરસમુદ્ર છે; આવી રીતે એકબીજાથી ઘેરાયેલા અસંખ્યાત દ્વીપસમુદ્રો છે, સૌથી છેલ્લો દ્વીપ સ્વયંભૂરમણ દ્વીપ છે અને છેલ્લો સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર છે. |છા
દ્વીપો અને સમુદ્રોનો વિસ્તાર અને આકાર द्विर्द्विर्विष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणा वलयाकृतयः।।८।।
અર્થ - પ્રત્યેક કપ-સમુદ્ર બમણા બમણા વિસ્તારવાળા અને પહેલા પહેલાના દ્વીપ-સમુદ્રને ઘેરતા, ચૂડી સમાન આકારવાળા હોય છે. | ૮
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com