________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪ ]
[ મોક્ષશાસ્ત્ર (૭) નિમિત્ત-નૈમિત્તિકસંબંધ આ સંબંધ ર૬-૨૭ સૂત્રમાં ઘણી ચમત્કારિક રીતે ટૂંકામાં ટૂંકા શબ્દોથી કહેવામાં આવ્યો છે. તે અહીં બતાવવામાં આવે છે
૧. જીવની સિદ્ધાવસ્થાના પ્રથમ સમયે તે લોકાગ્રે સીધી આકાશશ્રેણીએ મોડા લીધા સિવાય જાય છે એમ સૂત્ર ર૬-૨૭ પ્રતિપાદન કરે છે. જીવ જે વખતે લોકાગ્રે જાય છે તે વખતે જે આકાશશ્રેણીમાંથી જાય છે તે જ ક્ષેત્રે ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાયના પ્રદેશો છે, અનેક પ્રકારની પુગલવર્ગણાઓ છે, છૂટા પરમાણુઓ છે, સૂક્ષ્મ સ્કંધો છે, કાલાણુદ્રવ્યો છે, મહાત્કંધના પ્રદેશો છે, નિગોદના જીવોના તથા તેમનાં શરીરના પ્રદેશો છે તથા છેવટે ( સિદ્ધશિલાથી ઉપર) પૂર્વે મુક્ત થયેલા જીવોના કેટલાક પ્રદેશો છે; એ તમામમાંથી પસાર થઈ તે જીવ લોકાગ્રે જાય છે. તો હવે તેમાં તે આકાશશ્રેણીને નિમિત્તપણાનો આરોપ આવ્યો અને બીજાઓને ન આવ્યો તેનું કારણ તપાસવું જોઈએ; તે તપાસમાં માલૂમ પડે છે કે તે મુક્ત થનાર જીવ કઈ આકાશશ્રેણીમાંથી થઈને જાય છે તેનું જ્ઞાન કરાવવા માટે તે આકાશશ્રેણીને નિમિત્ત' સંજ્ઞા આપી, કેમકે પહેલા સમયની સિદ્ધદશાને આકાશ સાથેનો સંબંધ બતાવવા માટે તે શ્રેણીનો ભાગ જ અનુકૂળ છે, પણ બીજું દ્રવ્ય, ગુણ કે પર્યાય તે માટે અનુકૂળ નથી.
૨. સિદ્ધ ભગવાનના તે સમયના જ્ઞાનના વ્યાપારમાં આખું આકાશ તથા બીજાં તમામ દ્રવ્યો, તેના ગુણો તથા તેના ત્રણે કાળના પર્યાયો જ્ઞય છે તેથી તે જ સમયે જ્ઞાન પૂરતાં તે બધાં જ્ઞયો “નિમિત્ત' સંજ્ઞા પામે છે.
૩. સિદ્ધ ભગવાનના તે સમયે પરિણમનગુણને કાળનો તે જ (તે સમયે વર્તતો) સમય “નિમિત્ત” સંજ્ઞા પામે છે, કેમકે પરિણમનમાં તે અનુકૂળ છે, બીજા અનુકૂળ નથી.
૪. સિદ્ધ ભગવાનની તે સમયની ક્રિયાવતીશક્તિના ગતિપરિણામને તથા ઊર્ધ્વગમનસ્વભાવને ધર્માસ્તિકાયના તે જ આકાશક્ષેત્રે રહેલા પ્રદેશો તે જ સમયે નિમિત્ત” સંજ્ઞા પામે છે, કેમકે ગતિમાં તે જ અનુકૂળ છે, બીજા અનુકૂળ નથી.
૫. સિદ્ધ ભગવાનના ઊર્ધ્વગમન સમયે બીજાં દ્રવ્યો (જે તે આકાશક્ષેત્રે છે તે તથા બાકીના દ્રવ્યો) પણ “નિમિત્ત' સંજ્ઞા પામે છે, કેમ કે તે બધાં દ્રવ્યોને જોકે સિદ્ધાવસ્થા સાથેનો કોઈ સંબંધ નથી તોપણ વિશ્વને સદા ટકાવી રાખે છે એટલું બતાવવા માટે તે અનુકૂળ નિમિત્ત છે.
૬. સિદ્ધ ભગવાનને તેમની સંપૂર્ણ શુદ્ધતા સાથે કર્મનો અભાવ સંબંધ છે-એટલું અનુકૂળપણું બતાવવા માટે કર્મનો અભાવ પણ “નિમિત્ત' સંજ્ઞા પામે છે; આ રીતે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com