________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૨. ઉપસંહાર]
[ ૨૩૫ અસ્તિ અને નાસ્તિ બન્ને પ્રકારે નિમિત્તપણાનો આરોપ કરવામાં આવે છે. પણ નિમિત્તને કોઈ પણ રીતે મુખ્યપણે કે ગૌણપણે કાર્યસાધક માનવું તે ગંભીર ભૂલ છે, શાસ્ત્રની પરિભાષામાં તેને મિથ્યાત્વ અને અજ્ઞાન કહેવામાં આવે છે.
૭. નિમિત્ત જનક અને નૈમિત્તિક જન્ય છે એમ જીવ અજ્ઞાનદશામાં માને છે, તેથી અજ્ઞાનીઓની કેવી માન્યતા હોય છે તે બતાવવા માટે નિમિત્તને જનક અને નૈમિત્તિકને જન્ય વ્યવહારે કહેવામાં આવે છે પણ સમ્યજ્ઞાની જીવો તેમ માનતા નથી; એમનું તે જ્ઞાન સાચું છે એમ ઉપરના પાંચ પારા બતાવે છે, કેમ કે તેમાં જણાવેલાં અનંત નિમિત્તો કે તેમાંનું કોઈ અંશે પણ સિદ્ધદશાનું જનક થયું નથી. અને તે નિમિત્તો કે તેમાંના કોઈના અનંતમાં અંશથી પણ નૈમિત્તિક સિદ્ધદશા જન્ય થઈ નથી.
૮. સંસારી જીવો જુદી-જુદી ગતિના ક્ષેત્રોએ જાય છે તે પણ જીવોની કિયાવતી શક્તિના તે તે સમયના પરિણમનને કારણે જાય છે, તેમાં પણ ઉપરના પારા ૧ થી ૫ માં જણાવ્યા મુજબ નિમિત્તો હોય છે, પણ ક્ષેત્રમંતરમાં તો ધર્માસ્તિકાયના પ્રદેશોના તે સમયના પર્યાય સિવાય બીજો કોઈ દ્રવ્ય, ગુણ કે પર્યાય નિમિત્ત” સંજ્ઞા પામતું નથી; તે વખતે અનેક કર્મોનો ઉદય હોવા છતાં એક વિહાયોગતિ કર્મનો ઉદય જ “નિમિત્ત” નામ પામે છે. ગત્યાનુપૂર્વી કર્મના ઉદયને તો જીવના પ્રદેશોના તે સમયના આકારની સાથે ક્ષેત્રોતર વખતે નિમિત્તપણું છે, અને જ્યારે જીવ જે ક્ષેત્રે સ્થિર થઈ જાય છે તે સમયે અધર્માસ્તિકાયના તે ક્ષેત્રના પ્રદેશોનો તે સમયનો પર્યાય “નિમિત્ત” નામ પામે છે.
સૂત્ર ૨૫ જણાવે છે કે ક્રિયાવતી શક્તિના તે સમયના પરિણમન વખતે યોગગુણનો જે પર્યાય વર્તે છે તેને કાશ્મણશરીર નિમિત્ત છે, કેમ કે કાર્મણશરીરનો ઉદય તેને અનુકૂળ છે. કાશ્મણ શરીર અને તેજસશરીર પોતાની ક્રિયાવતી શક્તિના તે સમયના પરિણમનના કારણે જાય છે, તેમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે.
૯. આ શાસ્ત્રમાં નિમિત્તને કોઈ જગ્યાએ “નિમિત્ત” નામથી જ કહેલ છે [ જુઓ અધ્યાય ૧ સૂત્ર ૧૪] અને કોઈ જગ્યાએ ઉપકાર, ઉપગ્રહ વગેરે નામથી કહેલ છે, [ જાઓ, અધ્યાય ૫ સૂત્ર ૧૭-૨૦]; શાસ્ત્રની પરિભાષામાં તેનો એક જ અર્થ થાય છે; પણ અજ્ઞાની જીવો એક વસ્તુથી બીજી વસ્તુનું ભલું-ભૂંડું થાય છે એમ માને છે તે બતાવવા માટે તેને “ઉપકાર, સહાયક, બલાધાન, બહિરંગસાધન, બહિરંગકારણ, નિમિત્ત, નિમિત્તકારણ, એ આદિ નામથી સંબોધે છે; પણ તેથી તેઓ ખરેખરાં કારણ કે સાધન છે એમ માનવું નહિ. એક દ્રવ્યને, તેના ગુણને કે તેના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com