________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૨. ઉપસંહાર ]
[ ૨૩૩
ભાવો હોય છે અને મુક્ત જીવોને ક્ષાયિક તથા પારિણામિક એ બે જ ભાવ હોય છે. [ સૂત્ર-૧૦ ]
સૂત્ર ૧૧- જીવે પોતે જે પ્રકારના જ્ઞાન, વીર્યાદિના ઉઘાડની લાયકાત પ્રાપ્ત કરી હોય તે ક્ષાયોપશમિકભાવને અનુકૂળ જડ મનનો સદ્દભાવ કે અભાવ હોય છે; જ્યારે જીવ મન તરફ પોતાનો ઉપયોગ વાળે છે ત્યારે તેને વિકાર થાય છે, કેમકે મન ૫૨વસ્તુ છે. જ્યારે જીવ પોતાનો પુરુષાર્થ મન તરફ વાળી જ્ઞાન કે દર્શનનો વ્યાપાર કરે છે ત્યારે દ્રવ્યમન ઉ૫૨ નિમિત્તપણાનો આરોપ આવે છે. દ્રવ્યમન કાંઈ લાભનુકસાન કરતું નથી કેમકે તે ૫૨દ્રવ્ય છે. [ સૂત્ર-૧૧]
સૂત્ર ૧૨ થી ૨૦-પોતાના ક્ષાયોપશમિક જ્ઞાનાદિના અનુસાર અને નામકર્મના ઉદય અનુસાર જ જીવ ત્રસ કે સ્થાવર દશા સંસારમાં પામે છે; આ રીતે ક્ષાયોપશમિકભાવ અનુસાર જીવની દશા હોય છે. પૂર્વે જે નામકર્મ બંધાયેલું તેનો ઉદય થતાં ત્રસ કે સ્થાવરપણાનો તેમ જ જડ ઇન્દ્રિયો અને મનનો સંયોગ હોય છે. [સૂત્ર ૧૨ થી ૧૭ તથા ૧૯-૨૦]
જ્ઞાનના ક્ષાયોપમિભાવના લબ્ધ અને ઉપયોગ એવા બે પ્રકાર છે. [ સૂત્ર–૧૮ ] સૂત્ર ૨૧થી ૫૩-સંસારી જીવોને ઔદિયભાવ થતાં જે કર્મો એકક્ષેત્રાવગાહપણે બંધાય છે તેના ઉદયનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ જીવના ક્ષાયોપમિક તથા ઔદિયકભાવની સાથે તેમ જ મન, ઇન્દ્રિયો, શરીર કર્મ, નવા ભવ માટેના ક્ષેત્રાંતર, આકાશની શ્રેણી, ગતિ, નોકર્મનું સમયે સમયે ગ્રહણ તેમ જ તેનો અભાવ, જન્મ, યોનિ તથા આયુ સાથે કેવો હોય છે તે બતાવેલ છે. [ સૂત્ર ૨૧ થી ૨૬ તથા ૨૮ થી ૫૩].
સિદ્ધદશા થતાં જીવને આકાશની કઈ શ્રેણીની સાથે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે તે ૨૭ મા સૂત્રમાં બતાવ્યું છે. [ સૂત્ર-૨૭]
આ ઉ૫૨થી સમજી લેવું કે જીવને વિકારી અવસ્થામાં કે અવિકારી અવસ્થામાં જે જે ૫૨ વસ્તુઓની સાથે સંબંધ થાય છે તે તે પરવસ્તુઓને જગતની બીજી ૫૨વસ્તુઓથી છૂટી ઓળખવા માટે તે તે સમય પૂરતી તેમને ‘નિમિત્ત' નામ આપીને સંબોધવામાં આવે છે; પણ તેથી નિમિત્તની મુખ્યતાએ કોઈ પણ વખતે કાર્ય થાય છે એમ સમજવું નહિ. આ અધ્યાયનું ૨૭ મું સૂત્ર આ સિદ્ધાંત સ્પષ્ટપણે સાબિત કરે છે. મુક્ત જીવ સ્વયં લોકાકાશના અગ્રે જવાની લાયકાત ધરાવે છે અને ત્યારે આકાશની જે શ્રેણીમાંથી તે જીવ પસાર થાય તે શ્રેણીને આકાશના બીજા ભાગોથી તથા જગતના બીજા બધા પદાર્થોથી જુદી પાડીને ઓળખાવવા માટે ‘નિમિત્ત ’ એવું નામ (–આરોપ ) આપવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com