________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦ ]
[ મોક્ષશાસ્ત્ર ટીકા જેને આ શરીરોનો સંબંધ ન હોય તેને સંસારીપણું હોતું નથી–સિદ્ધપણું હોય છે. એટલું લક્ષમાં રાખવું કે કોઈ પણ જીવને ખરેખર (પરમાર્થે) શરીર હોતું નથી. જો જીવને ખરેખર શરીર હોય તો જીવ જડ-શરીરરૂપ થઈ જાય, પણ તેમ બને નહિ. જીવ અને શરીર અને એક આકાશક્ષેત્રે (એકક્ષેત્રાવગાસંબંધે) હોય છે તેથી અજ્ઞાની શરીરને પોતાનું માને છે; અવસ્થાદષ્ટિએ જીવ અનાદિથી અજ્ઞાની છે તેથી અજ્ઞાનીના આ પ્રતિભાસ” ને વ્યવહાર જણાવી, તેને “જીવનું શરીર' કહેવામાં આવે છે. એ રીતે જીવના વિકારીભાવનો અને આ શરીરનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવ્યો છે, પણ જીવ અને શરીર એક દ્રવ્યરૂપ, એક ક્ષેત્રરૂપ, એક પર્યાય (-કાળ) રૂપ કે એક ભાવરૂપ થઈ જાય છે એમ બતાવવાનો શાસ્ત્રોનો હેતુ નથી; તેથી આગલા સૂત્રમાં “સંબંધ” શબ્દ વાપર્યો છે. જે એમ જીવ અને શરીર એકરૂપ થાય તો બન્ને દ્રવ્યોનો સર્વથા નાશ થાય. || ૪૨T
એક જીવને એક સાથે કેટલાં શરીરનો સંબંધ હોય છે?
तदादीनि भाज्यानि युगपदेकस्याचतुर्यः।। ४३।।
અર્થ - [તતુ આવીનિ] તે તેજસ, અને કાર્મણ શરીરોથી શરૂ કરીને [ યુરાપદ્] એક સાથે [ ૨] એક જીવને [ મા તુચ્ચ: ] ચાર શરીરો સુધી [ભાળ્યાનિ] વિભક્ત કરવા જોઈએ અર્થાત્ જાણવા.
જીવને જો બે શરીર હોય તો તૈજસ અને કાર્મણ, ત્રણ હોય તો તૈજસ, કાર્પણ અને ઔદારિક, અથવા તો તૈજસ, કાર્પણ અને વૈક્રિયિક, ચાર હોય તો તૈજસ, કાર્મણ, ઔદારિક અને આહારક, અથવા તો તૈજસ, કાર્મણ, ઔદારિક અને (લબ્ધિવાળા જીવને) વૈક્રિયિક શરીરો હોય છે. આમાં (લબ્ધિવાળા જીવને) ઔદારિક સાથે જે વૈક્રિયિક શરીર હોવાનું જણાવ્યું છે તે શરીર ઔદારિકની જાતનું છે, દેવના વૈક્રિયિક શરીરના રજકણોની જાતનું તે નથી. / ૪૩ાા
(જુઓ, સૂત્ર ૩૬ તથા ૪૭ ની ટીકા) કાર્પણ શરીરની વિશેષતા
निरुपभोगमन्त्यम्।।४४।। અર્થ:-[ અન્ય ] અંતનું કાર્મણશરીર [ નિરુપમોન્] ઉપભોગરહિત હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com