________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૨. સૂત્ર ૪૧-૪૨ ]
[ ૨૧૯ ગમન અધિકમાં અધિક અઢી દ્વીપપર્યત જ્યાં કેવળી અને શ્રુતકેવળી હોય ત્યાં સુધી થાય છે. મનુષ્યનું વૈક્રિયિકશરીર મનુષ્યલોક (-અઢીદ્વીપ) સુધી જાય છે, તેથી અધિક જતું નથી. II Oા
તૈજસ અને કાર્યણશરીરની વધારે વિશેષતા
નાસિરૂધે વાા ૪૨Tી અર્થ:- [૨] વળી એ બન્ને શરીરો [ ૩ નાસિમ્પ] આત્માની સાથે અનાદિકાળથી સંબંધવાળાં છે.
ટીકા (૧) આ કથન સામાન્ય તૈજસ અને કાર્યણશરીરની અપેક્ષાએ છે. વિશેષ અપેક્ષાએ આ પ્રકારનાં પહેલાં પહેલાંનાં શરીરોનો સંબંધ બંધ પડીને નવાં નવાં શરીરોનો સંબંધ થતો રહે છે. અર્થાત્ અયોગી ગુણસ્થાન પહેલાં દરેક સમયે જીવ આ તૈજસ અને કાશ્મણ શરીરનાં નવાં નવાં રજકણો ગ્રહણ કરે છે અને જૂનાં છોડે છે. (જે સમયે તેનો તદ્દન અભાવ થાય છે તે જ સમયે જીવ સીધો શ્રેણિએ સિદ્ધસ્થાને પહોંચી જાય છે.) સૂત્રમાં “રા' શબ્દ આપ્યો છે તેમાંથી આ અર્થ નીકળે છે.
(૨) “જીવને આ શરીરોનો સંબંધ પ્રવાહરૂપે અનાદિથી નથી પણ નવો (સાદી) છે' એમ માનવું તે ભૂલભરેલું છે, કેમ કે જો એમ હોય તો પૂર્વે જીવ અશરીરી હતો એટલે કે શુદ્ધ હતો અને પાછળથી તે અશુદ્ધ થયો એમ ઠરે; પરંતુ શુદ્ધ જીવને અનંત પુરુષાર્થ હોવાથી તેને અશુદ્ધતા આવે નહિ અને અશુદ્ધતા જ્યાં ન હોય ત્યાં આ શરીરો હોય જ નહિ. એ રીતે જીવને આ શરીરનો સંબંધ સામાન્ય અપેક્ષાએ (-પ્રવાહરૂપે) અનાદિથી છે. વળી જો તેને તે જ શરીરોનો સંબંધ અનાદિથી માને તો તે સંબંધ અનંતકાળ રહે અને તેથી જીવ વિકાર ન કરે તોપણ તેનો મોક્ષ કદી થાય જ નહિ. અવસ્થાદષ્ટિએ જીવ અનાદિથી અશુદ્ધ છે એમ આ સૂત્ર સિદ્ધ કરે છે. [ જાઓ, હવે પછીના સૂત્રની ટીકા.]ni ૪૧TT
આ શરીરો અનાદિથી સર્વ જીવોને હોય છે
સર્વચા ૪૨ અર્થ- આ તૈજસ અને કાર્મણ એ બન્ને શરીરો [સર્વરચ] સર્વે સંસારી જીવોને હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com