________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૨. સૂત્ર ૩૬-૩૭ ]
[ ૨૧૭ ટીકા એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોને નિયમથી સમૂર્છાને જન્મ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોને ગર્ભ અને સમૂચ્છના બન્ને પ્રકારના જન્મ હોય છે એટલે કે કેટલાક ગર્ભજ હોય છે અને કેટલાક સમૂર્છાન હોય છે. લબ્ધિ-અપર્યાપ્ત મનુષ્યોને પણ સન્મુશ્કેન જન્મ હોય છે. || ૩પ ા
શરીરનાં નામો તથા ભેદ औदारिकवैक्रियिकाहारकतैजसकार्मणानि शरीराणी।।३६।।
અર્થ:- [વારિક વૈશ્વિયિ માદાર તૈનન કાર્માનિ] ઔદારિક, વૈકિયિક, આહારક, તૈજસ અને કાર્મણ [ શરીરાળિ] એ પાંચ શરીરો છે.
ઔદારિકશરીર-મનુષ્ય અને તિર્યંચોનાં શરીર- કે જે સડે છે, ગળે છે તથા ઝરે છે તે-ઔદારિકશરીર છે; આ શરીર સ્થૂળ છે તેથી “ઉદાર' કહેવાય છે. સૂક્ષ્મનિગોદનું શરીર ઇન્દ્રિયો વડે ન દેખાય, બાળ્યું બળે નહિ, કાપ્યું કપાય નહિ તોપણ તે સ્થૂળ છે, કેમ કે બીજાં શરીરો તેનાથી ક્રમે ક્રમે સૂક્ષ્મ છે. [ જાઓ, હવે પછીનું સૂત્ર ]
વૈદિયિકશરીર- જેમાં હલકું, ભારે તથા અનેક પ્રકારનાં રૂપ બનાવવાની શક્તિ હોય તેને વૈક્રિયિક શરીર કહે છે, તે દેવ અને નારકીઓને જ હોય છે.
નોંધઃ- એ વાત લક્ષમાં રાખવી કે ઔદારિક શરીરવાળા જીવો ઋદ્ધિના કારણે જે વિક્રિયા કરી શકે છે તે ઔદારિક શરીરનો પ્રકાર છે.
આહારક શરીર- સૂક્ષ્મપદાર્થના નિર્ણય માટે અથવા સંયમની રક્ષા વગેરે માટે છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવને મસ્તકમાંથી એક હાથનું પૂતળું નીકળે છે તેને આહારક શરીર કહે છે. (તત્ત્વોમાં કોઈ શંકા થતાં કેવળી અગર શ્રુતકેવળી પાસે જવા માટે આવા મુનિના મસ્તકમાંથી એક હાથનું પૂતળું નીકળે છે તેને આહારક શરીર કહે છે.
તૈજસ શરીર- જેના કારણે શરીરમાં તેજી રહે તેને તૈજસ શરીર કહે છે. કાર્પણ શરીર- જ્ઞાનાવરણાદિ આઠ કર્મોના સમૂહને કાર્મણશરીર કહે છે. નોંધઃ- પહેલાં ત્રણ શરીરો આહારવર્ગણામાંથી બને છે. // ૩૬ll
શરીરોની સૂક્ષ્મતાનું વર્ણન
પરં પરં સૂક્ષ્મદ્ ા રૂ૭ના અર્થ-પૂર્વ કહ્યાં તેનાથી [ પરં પરં] આગળ આગળનાં શરીર [ સૂક્ષ્મદ્] સૂક્ષ્મ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com