________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૧૬ ]
[ મોક્ષશાસ્ત્ર
ટીકા
(૧) જરાયુજ- જાળની સમાન માંસ અને લોહીથી વ્યાસ એક પ્રકારની થેલીથી લપેટાયેલ જે જીવ જન્મે છે તેને જરાયુજ કહે છે. જેમ કે–ગાય, ભેંસ, મનુષ્ય વગેરે.
અંડજ:- જે જીવ ઈંડામાંથી જન્મે છે તેને અંડજ કહે છે. જેમ કે-ચકલી, કબૂતર, મો૨ વગેરે પક્ષીઓ.
પોતજ:- જન્મતી વખતે જે જીવોનાં શરી૨ ઉપર કોઈપણ પ્રકારનું આવરણ ન હોય તેને પોતજ કહે છે. જેમ કે સિંહ, વાઘ, હાથી, હરણ, વાંદરો વગેરે.
(૨) અસાધારણ ભાષા અને અધ્યયનાદિ જરાયુજ જીવોમાં જ હોય છે. ચક્રધર વાસુદેવાદિ મહા પ્રભાવશાળી જીવો જરાયુજ છે, મોક્ષ પણ જરાયુજને જ થાય છે. ।। ૩૩।।
ઉપપાદ જન્મ કોને હોય છે? देवनारकाणामुपपादः।। ३४ ।।
અર્થ:[ વેવનારાળાક્] દેવ અને નારકીઓને [ ઉપપાવ: ] ઉપપાદજન્મ જ હોય છે અર્થાત્ ઉપપાદજન્મ તે જીવોને જ હોય છે.
ટીકા
(૧) દેવનાં પ્રસૂતિસ્થાનમાં શુદ્ધ સુગંધી કોમળ સંપુટના આકારે શય્યા હોય છે તેમાં ઉત્પન્ન થઈ અંતર્મુહૂર્તમાં પરિપૂર્ણ યુવાન જેવો થઈ, જેમ કોઈ શય્યામાં સૂતેલો જાગૃત થાય તેમ આનંદ સહિત જીવ બેઠો થાય છે-આ દેવનો ઉપપાદજન્મ છે.
(૨) નારકી જીવો બીલમાં ઉત્પન્ન થાય છે. મધુછત્તાની જેમ ઊંધું મોઢું વગેરે આકારે નાનાં મોઢાંવાળાં ઉત્પત્તિસ્થાન છે તેમાં નારકી જીવ ઊપજે છે અને ઊંધું માથું, ઊંચા પગ એ રીતે ઘણી આકરી વેદનાથી નીકળી વિલાપ કરતો જમીન ઉપર પડે છે-આ નારકીનો ઉ૫પાદજન્મ છે. ।। ૩૪।।
સમ્પૂર્ચ્છન જન્મ કોને હોય છે ?
શેષાનાં સમૂર્ચ્છનમ્।। રૂ।।
અર્થ:- [ શેવાળાન્] ગર્ભ અને ઉપપાદ જન્મવાળા સિવાયના બાકી રહેલા જીવોને [ સમૂર્ચ્છનમ્ ] સમ્પૂર્ઝન જન્મ જ હોય છે અર્થાત્ સમ્પૂર્ઝન જન્મ બાકીના જીવોને જ હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com