________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨ ]
[ મોક્ષશાસ્ત્ર ક્ષાયિકદાન- પોતાના શુદ્ધ સ્વરૂપનું પોતાને દાન તે ઉપાદાન છે અને અનંત જીવોને નિમિત્તપણે થાય તે ક્ષાયિક અભયદાન છે.
ક્ષાયિકલાભ- પોતાના શુદ્ધ સ્વરૂપનો પોતાને લાભ તે ઉપાદાન છે અને નિમિત્તપણે શરીરના બળને ટકાવવાના કારણરૂપ, અન્ય મનુષ્યને ન હોય તેવા અત્યંત શુભ સૂક્ષ્મ નોકર્મરૂપે પરિણમતા અનંત પુદ્ગલ પરમાણુઓનો સમયે સમયે સંબંધ હોવો તે.
સાયિક ભોગ- પોતાના શુદ્ધ સ્વરૂપનો ભોગ તે ક્ષાયિક ભાગ છે અને નિમિત્તપણે પુષ્પવૃષ્ટિ આદિક વિશેષોનું પ્રગટ થવું તે.
ક્ષાયિક ઉપભોગ- પોતાના શુદ્ધ સ્વરૂપનો સમયે સમયે ભોગવટો થવો તે સાયિક ઉપભોગ છે, અને નિમિત્તપણે સિંહાસન, ચામર, ત્રણ છત્ર આદિ વિભૂતિનું હોવું તે.
ક્ષાયિક વીર્યને પોતાના શુદ્ધ સ્વરૂપમાં ઉત્કૃષ્ટ સામર્થ્યપણે પ્રવૃત્તિ તે ક્ષાયિક વીર્ય છે. || ૪|
લાયોપથમિકભાવના અઢાર ભેદો ज्ञानाज्ञानदर्शनलब्धयश्चतुस्त्रित्रिपंचभेदाः सम्यक्त्वचारित्र
संयमासंयमाश्च ।।५।। અર્થ:- [ જ્ઞાન જ્ઞાન] મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય એ ચાર જ્ઞાન, કુમતિ. કુશ્રુત, કુઅવધિ એ ત્રણ અજ્ઞાન, [વર્શન] ચક્ષુ, અચક્ષુ, અવધિ એ ત્રણ દર્શન, [ત્ત ધય:] ક્ષાયોપથમિકદાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય એ પાંચ લબ્ધિ, [વતુ: ત્રિ ત્રિ પંવમેવા:] એમ ચાર + ત્રણ + ત્રણ અને પાંચ ભેદો (તેમ જ ) [ સંખ્યવક્ત] ક્ષાયોપથમિક સભ્યત્વ, [વારિત્ર] ક્ષાયોપથમિક ચારિત્ર [૨] અને [સંયમસંયમ:] સંયમસંયમ ક્ષાયોપથમિકભાવના અઢાર ભેદ છે.
ટીકા લાયોપથમિક સમ્યકત્વ- મિથ્યાત્વની તથા અનંતાનુબંધીની કર્મપ્રકૃતિઓના ઉદયાભાવી ક્ષય તથા ઉપશમની અપેક્ષાએ ક્ષાયોપથમિક સમ્યકત્વ કહેવાય છે, અને સમ્યકત્વપ્રકૃતિનો ઉદય છે તે અપેક્ષાએ તેને જ વેદસમ્યકત્વ કહેવામાં આવે છે.
ક્ષાયોપશમિક ચારિત્ર- સમ્યગ્દર્શનપૂર્વકના ચારિત્ર વખતે જે રાગ છે તેની અપેક્ષાએ તે સરાગચારિત્ર કહેવાય છે પણ તેમાં જે રાગ છે તે ચારિત્ર નથી, જેટલો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com