________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૨. સૂત્ર ૪ ]
ઉત્તર- સમ્યગ્દર્શનની સાથે-સહુચરિત ઉદય હોવાના કારણે ઉપચારથી કર્મપ્રકૃતિને “સમ્યકત્વ' નામ આપવામાં આવે છે. || યા
(શ્રી ધવલા પુસ્તક ૬ પાનું-૩૯ ) ક્ષાયિકભાવના નવ ભેદો ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च।।४।। અર્થ -[ જ્ઞાન વર્શન વાન નામ મો ૩૧મો વીર્યાળિ] કેવળજ્ઞાન, કેવળદર્શન, સાયિકાન, ક્ષાયિકલાભ, ક્ષાયિકભોગ, ક્ષાયિકઉપભોગ, ક્ષાયિકવીર્ય તથા [૨] “રા' કહેતાં ક્ષાયિકસમ્યકત્વ અને ક્ષાયિકચારિત્ર-એમ ક્ષાયિકભાવના નવ ભેદ છે.
ટીકા
જીવ જ્યારે આ ભાવ પ્રગટ કરે છે ત્યારે દ્રવ્યકર્મો સ્વયં-પોતાની મેળે આત્મપ્રદેશથી અત્યંત વિયોગપણે છૂટા પડે છે અર્થાત્ કર્મો ક્ષય પામે છે તેથી આ ભાવને “ક્ષાયિકભાવ” કહેવામાં આવે છે.
કેવળજ્ઞાન- સંપૂર્ણ જ્ઞાનનું પ્રગટવું તે કેવળજ્ઞાન છે, ત્યારે જ્ઞાનાવરણીય કર્મની અવસ્થા ક્ષયપણે સ્વયં હોય છે.
કેવળદર્શન- સંપૂર્ણ દર્શનનું પ્રગટવું તે કેવળદર્શન છે, ત્યારે દર્શનાવરણી કર્મનો ઉપર પ્રમાણે ક્ષય હોય છે.
સાયિકદાનાદિ પાંચ ભાવો - સંપૂર્ણપણે પોતાના ગુણનું પોતાને માટે દાનાદિ પાંચ ભાવરૂપે પ્રગટવું થાય છે, ત્યારે દાનાંતરાય વગેરે પાંચ પ્રકારનાં અંતરાય કર્મનો ઉપર પ્રમાણે ક્ષય હોય છે.
ક્ષાયિકસમ્યકત્વ- પોતાના અસલી સ્વરૂપની પાકી પ્રતીતિરૂપ પર્યાય તે ક્ષાયિક સમ્યકત્વ છે, તે પ્રગટે ત્યારે મિથ્યાત્વની ત્રણ અને અનંતાનુબંધીની ચાર એમ કુલ સાત કર્મપ્રકૃતિઓનો ઉપર પ્રમાણે ક્ષય હોય છે.
ક્ષાયિકચારિત્ર:- પોતાના સ્વરૂપનું પૂર્ણ ચારિત્ર પ્રગટવું તે ક્ષાયિકચારિત્ર છે, ત્યારે મોહનીય કર્મની બાકીની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય હોય છે. આ પ્રમાણે કર્મનો સ્વયં ક્ષય થાય ત્યારે જીવે કર્મનો ક્ષય કર્યો’ એમ માત્ર ઉપચારથી કહેવામાં આવે છે. પરમાર્થથી તો જીવે પોતાની અવસ્થામાં પુરુષાર્થ કર્યો છે, જડમાં પુરુષાર્થ કર્યો નથી.
આ નવ ક્ષાયિકભાવને નવ લબ્ધિ પણ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com