________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦ ].
[ મોક્ષશાસ્ત્ર આખું જીવદ્રવ્ય છે, તેથી તે બન્ને પડખાં પ્રમાણનો વિષય છે.
આ બન્ને પડખાનું નય અને પ્રમાણ દ્વારા યથાર્થ જ્ઞાન કરીને જે જીવ પોતાના વર્તમાન પર્યાયને ત્રિકાળી પારિણામિકભાવ તરફ વાળે છે તેને સમ્યગ્દર્શન થાય છે, અને તે ક્રમે ક્રમે આગળ વધીને મોક્ષદશારૂપ ક્ષાયિકભાવ પ્રગટ કરે છે. તે ૧ાા
ભાવોના ભેદો द्विनवाष्टादशैकविंशतित्रिभेदाः यथाक्रमम्।।२।।
અર્થ:- ઉપર કહેલા પાંચ ભાવો [ યથાર્] અનુક્રમથી [ દિ નવ નાશ પ્રવિંશતિ ત્રિમેવા:] બે, નવ, અઢાર, એકવીશ અને ત્રણ ભેટવાળા છે. તે ભેદોનું વર્ણન આગળના સૂત્રો દ્વારા કરે છે. તે ૨ાા
ઔપથમિકભાવના બે ભેદો
સચવત્ત્વવારિત્રે રૂા અર્થ – સચવત્ત્વ ] ઔપથમિક સમ્યકત્વ અને [ વારિત્રે] પથમિક ચારિત્ર એમ ઔપથમિકભાવના બે ભેદો છે.
ટીકા પથમિક સમ્યકત્વ- જીવને પોતાના સત્ય પુરુષાર્થથી જ્યારે પથમિક સમ્યકત્વ પ્રગટે છે ત્યારે જડ કર્મો સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એવો હોય છે કે મિથ્યાત્વ કર્મનો અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ કર્મનો સ્વયં ઉપશમ થાય છે. અનાદિ મિથ્યાદષ્ટિ જીવોને તથા કોઈ સાદિમિથ્યાદષ્ટિને મિથ્યાત્વની એક અને અનંતાનુબંધીની ચાર એમ કુલ પાંચ પ્રકૃતિ ઉપશમરૂપ થાય છે અને બાકીના સાદિમિથ્યાદષ્ટિને મિથ્યાત્વ, સમ્યમિથ્યાત્વ અને સમ્યકત્વ પ્રકૃતિ એ ત્રણ તથા અનંતાનુબંધીની ચાર એમ કુલ સાત પ્રકૃતિનો ઉપશમ થાય છે. જીવના આ ભાવને ઔપથમિક સમ્યકત્વ કહેવાય છે.
ઔપથમિક ચારિત્ર- જીવ જે ચારિત્રભાવ વડે ઉપશમશ્રેણીને લાયક ભાવ પ્રગટ કરે તેને પથમિક ચારિત્ર કહે છે, તે વખતે મોહનીય કર્મની અપ્રત્યાખ્યાનાવરણાદિ ૨૧ પ્રકૃતિઓનો સ્વયં ઉપશમ થાય છે.
પ્રશ્ન:- જડ કર્મપ્રકૃતિનું નામ “સમ્યકત્વ' કેમ છે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com