________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬ ]
[ મોક્ષશાસ્ત્ર પ્રગટે છે એ નિશ્ચયનયનું કથન છે. હિંદીમાં જે “વ્યવહારસમ્યકત્વ' એવો અર્થ ભર્યો છે તે મૂળ ગાથા સાથે બંધ બેસતો નથી.
(૧૦)
વ્યવહારસમ્યગ્દર્શનની વ્યાખ્યા (૧) પાંચ અસ્તિકાય, છ દ્રવ્યો તથા જીવ-પુદ્ગલના સંયોગી પરિણામોથી ઉત્પન્ન આસ્રવ, બંધ, પુષ્ય, પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ એ રીતે નવ પદાર્થોના વિકલ્પરૂપ વ્યવહારસમ્યકત્વ છે.
[ પંચાસ્તિકાય ગાથા-૧૦૭ જયસેનાચાર્યકૃત ટીકા પાનું-૧૭૦] (૨) જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વોની જેમ છે તેમ યથાર્થ અટળ શ્રદ્ધા કરવી તે વ્યવહારસમ્યગ્દર્શન છે.
[છઠુંઢાળા-ઢાળ-૩ ગાથા-૩] (૩) પ્રશ્ન:- વ્યવહારસમ્યગ્દર્શન નિશ્ચયસમ્યગ્દર્શનનું સાધક છે?
ઉત્તર:- પ્રથમ નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે વિકલ્પરૂપ વ્યવહારસમ્યગ્દર્શનનો અભાવ થાય છે. તેથી તે (વ્યવહાર સમ્યગ્દર્શન) ખરેખર નિશ્ચય સમ્યગ્દર્શનનું સાધક નથી, તોપણ તેને ભૂતનૈગમનયથી સાધક કહેવામાં આવે છે, એટલે કે પૂર્વે જે વ્યવહારસમ્યગ્દર્શન હતું તે નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ થતી વખતે અભાવરૂપ થાય છે, તેથી જ્યારે તેનો અભાવ થાય છે ત્યારે પૂર્વેની વિકલ્પ સહિતની શ્રદ્ધાને વ્યવહારસમ્યગ્દર્શન કહેવામાં આવે છે. (પરમાત્મપ્રકાશ ગાથા-૧૪) પાનું-૧૪૩ આવૃત્તિ પહેલી, સંસ્કૃત ટીકા) આ રીતે વ્યવહારસમ્યગ્દર્શન તે નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ નથી, પણ તેનો અભાવ તે કારણ છે.
(૧૧). વ્યવહારાભાસ સમ્યગ્દર્શનને કોઈવાર વ્યવહાર સમ્યગ્દર્શન પણ કહે છે
દ્રવ્યલિંગી મુનિને આત્મજ્ઞાનશૂન્ય આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન અને સંયમભાવની એકતા પણ કાર્યકારી નથી. [ જાઓ, મોક્ષમાર્ગપ્રકાશક પાનું ૨૩૭૨૭૮-૨૪૧] અહીં જે “તત્ત્વાર્થશ્રદ્ધાન” શબ્દ વાપર્યો છે તે ભાવનિક્ષેપ નથી પણ નામનિક્ષેપે છે.
“જેને સ્વ-પરનું યથાર્થ શ્રદ્ધાન નથી પણ વીતરાગે કહેલા દેવ, ગુરુ, અને ધર્મ એ ત્રણેને માને છે તથા અન્યમતમાં કહેલાં દેવાદિ તથા તત્ત્વાદિને માને નહિ તો એવા કેવળ વ્યવહારસમ્યકત્વ વડે તે નિશ્ચયસમ્યકત્વી નામ પામે નહિ.' [ મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩૪૩] તેને ગૃહીત મિથ્યાત્વ ટળ્યું છે એ અપેક્ષાએ વ્યવહારસમ્યકત્વ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com