________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. પરિ. ૧]
[૯૭ થયું છે એમ કહેવાય છે, પણ તેને અગૃહીત મિથ્યાદર્શન છે માટે ખરી રીતે તેને વ્યવહારાભાસ સમ્યગ્દર્શન છે.
મિથ્યાદષ્ટિ જીવને દેવ-ગુરુ-ધર્માદિનું શ્રદ્ધાન આભાસ માત્ર હોય છે, તેના શ્રદ્ધાનમાંથી વિપરીતાભિનિવેશનો અભાવ થયો નથી; વળી તેને વ્યવહારસમ્યકત્વ આભાસમાત્ર છે તેથી તેને જે દેવ-ગુરુ ધર્મ, નવ તત્ત્વાદિનું શ્રદ્ધાન છે તે વિપરીતાભિનિવેશના અભાવ માટે કારણ ન થયું, અને કારણ થયા વિના તેમાં [ સમ્યગ્દર્શનનો] ઉપચાર સંભવતો નથી, તેથી તેને વ્યવહારસમ્યગ્દર્શન પણ સંભવતું નથી, તેને વ્યવહારસમ્યકત્વ માત્ર નામનિક્ષેપથી કહેવામાં આવે છે.
| [ મોક્ષમાર્ગ પ્રકાશક-પાનું ૩૨૪-૩૩ર ]
(૧૨) સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય પ્રશ્ન- સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય શું છે?
-૧ઉત્તર- આત્મા અને પર દ્રવ્યો તદ્દન સાદાં છે, એકનો બીજામાં અત્યંત અભાવ છે. એક દ્રવ્ય, તેના કોઈ ગુણ કે તેના કોઈ પર્યાય બીજા દ્રવ્યમાં, તેના ગુણમાં કે તેના પર્યાયમાં પ્રવેશ કરી શકતાં નથી, માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ એવી વસ્તુસ્થિતિની મર્યાદા છે. વળી દરેક દ્રવ્યમાં અગુસ્લધુત્વગુણ છે કેમકે તે સામાન્યગુણ છે. તે ગુણને લીધે કોઈ કોઈનું કરી શકે નહિ. તેથી આત્મા પરદ્રવ્યનું કાંઇ કરી શકે નહિ, શરીરને હુલાવી ચલાવી શકે નહિ, દ્રવ્યકર્મો કે કોઇ પણ પરવ્ય જીવને કદી નુકસાન કરી શકે નહિ, આ પ્રથમ નક્કી કરવું આ પ્રમાણે નક્કી કરવાથી જગતના પર પદાર્થોના કર્તાપણાનું જે અભિમાન આત્માને અનાદિથી ચાલ્યું આવે છે તે, માન્યતામાંથી [ અભિપ્રાયમાંથી] અને જ્ઞાનમાંથી ટળી જાય છે.
શાસ્ત્રોમાં દ્રવ્યકર્મો જીવના ગુણોનો ઘાત કરે છે એવું કથન આવે છે તેથી તે કર્મોનો ઉદય જીવના ગુણોનો ખરેખર ઘાત કરે છે એમ ઘણા માને છે અને તેનો તેવો અર્થ કરે છે; પણ તે અર્થ ખરો નથી, કેમકે તે કથન વ્યવહારનયનું છે-માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવનારું તે કથન છે. તેનો ખરો અર્થ એવો થાય છે કે-જ્યારે જીવ પોતાના પુરુષાર્થના દોષ વડે પોતાના પર્યાયમાં વિકાર કરે છે–અર્થાત્ પોતાના પર્યાયનો ઘાત કરે છે ત્યારે તે ઘાતમાં અનુકૂળ નિમિત્તરૂપ જે દ્રવ્યકર્મ આત્મપ્રદેશોથી ખરવા તૈયાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com