________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. પરિ. ૧]
[૯૫ (૨) વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત, વૃતિ વહે નિજભાવમાં પરમાર્થે સમકિત.
[ આત્મસિદ્ધિ ગાથા-૧૧૧] અર્થ:- પોતાના સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને અનુભવ વર્તે અને પોતાના ભાવમાં પોતાની વૃતિ વહે તે પરમાર્થસભ્યત્વ છે.
(૮).
નિશ્ચયસમ્યગ્દર્શનનું ચારિત્રના ભેદઅપેક્ષાએ કથન નિશ્ચયસમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાનકથી શરૂ થાય છે, ચોથા અને પાંચમાં ગુણસ્થાનકે ચારિત્રમાં મુખ્યપણે રાગ હોય છે તેથી તેને “સરાગસમ્યકત્વ' કહેવાય છે. છઠ્ઠાગુણસ્થાનકે ચારિત્રમાં રાગ ગૌણ છે અને પછીનાં ગુણસ્થાનોમાં તે ટળતાં ટળતાં છેવટે સંપૂર્ણ વીતરાગચારિત્ર થાય છે તેથી છઠ્ઠી ગુણસ્થાનકથી “વીતરાગસમ્યકત્વ' કહેવાય છે.
(૯)
નિશ્ચયસમ્યગ્દર્શન સંબંધે પ્રશ્નોત્તર પ્રશ્ન:- મિથ્યાત્વ અને અનંતાનુબંધીના નિમિત્તે થતા વિપરીત અભિનિવેશ રહિત જે શ્રદ્ધા છે તે નિશ્ચયસમ્યકત્વ છે કે વ્યવહારસમ્યકત્વ છે?
ઉત્તરઃ- તે નિશ્ચયસમ્યકત્વ છે, વ્યવહારસમ્યકત્વ નથી.
પ્રશ્ન:- પંચાસ્તિકાયની ગાથા ૧૦૭ની સંસ્કૃત ટીકામાં તેને વ્યવહારસમ્યકત્વ કહ્યું છે?
ઉત્તર:- ના, તેમાં આ પ્રમાણે શબ્દો છે- “નિશ્ચત્વિોયનનિત વિપરિતામિનિવેશ રહિતં શ્રદ્ધાને અહીં ‘શ્રદ્ધાન' કહીને શ્રદ્ધાનની ઓળખાણ આપી છે, પણ તેને વ્યવહારસમ્યકત્વ કહ્યું નથી. વ્યવહાર અને નિશ્ચયસમ્યકત્વની વ્યાખ્યા તો ગાથા ૧૦૭માં કહેલ “મોવાળ ' શબ્દના અર્થમાં કહી છે.
પ્રશ્ન:- “અધ્યાત્મ કમલમાર્તડ”ની ૭મી ગાથામાં તેને વ્યવહારસમ્યકત્વ કહ્યું છે એ ખરું?
ઉત્તર- ના, ત્યાં નિશ્ચયસમ્યત્વની વ્યાખ્યા છે; દ્રવ્યકર્મના ઉપશમ, ક્ષય વગેરેનાં નિમિત્તથી સમ્યત્વ પેદા થાય છે– એમ નિશ્ચયસમ્યક્તની વ્યાખ્યા કરવી તે વ્યવહારનયથી છે કેમકે તે વ્યાખ્યા પરદ્રવ્યની અપેક્ષાએ દ્દી છે. પોતાના પુરુષાર્થથી નિશ્ચયસમ્યક્ત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com