________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪]
[ મોક્ષશાસ્ત્ર (૧) સમ્યગ્દર્શન-તમામ સમ્યગ્દષ્ટિઓને એટલે ચોથા ગુણસ્થાનકથી સિદ્ધ સુધી બધાને એકસરખું છે. એટલે કે શુદ્ધાત્માની માન્યતા તે બધાને એકસરખી છેમાન્યતામાં કાંઈ ફેરફાર નથી.
(૨) સમ્યજ્ઞાન-તમામ સમ્યગ્દષ્ટિઓને સમ્યકપણાની અપેક્ષાએ જ્ઞાન એક જાતનું છે, પણ જ્ઞાન કોઈને હીન, કોઈને અધિક હોય છે. તેરમે ગુણસ્થાનથી સિદ્ધ સુધીનું જ્ઞાન સંપૂર્ણ હોવાથી સર્વ વસ્તુઓને યુગપતું જાણે છે. નીચેના ગુણસ્થાનોમાં [ ચારથી બાર સુધીમાં] જ્ઞાન કમેકને થાય છે અને ત્યાં જોકે જ્ઞાન સમ્યક છે તોપણ ઓછું-વધતું છે, તે અવસ્થામાં જે જ્ઞાન ઉઘાડરૂપ નથી તે અભાવરૂપ છે; આ રીતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં તફાવત છે.
(૩) સમ્યક્રચારિત્ર- તમામ સમ્યગ્દષ્ટિઓને જે કાંઈ ચારિત્ર પ્રગટયું હોય તે સમ્યફ છે, અને દસમા ગુણસ્થાન સુધી જે પ્રગટ્યું નથી તે વિભાવરૂપ છે. તેમાં ગુણસ્થાને અનુજીવી યોગગુણ કંપનરૂપ હોવાથી વિભાવરૂપ છે, અને ત્યાં પ્રતિજીવી ગુણો બિલકુલ પ્રગટ નથી. ચૌદમાં ગુણસ્થાને પણ ઉપાદાનની કચાશ છે તેથી ત્યાં ઔદયિકભાવ છે.
(૪) જ્યાં સમ્યગ્દર્શન છે ત્યાં સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણચારિત્રનો અંશ અભેદરૂપ હોય છે અને ઉપર કહ્યા પ્રમાણે દર્શનગુણથી જ્ઞાનગુણનું જુદાપણું અને તે બને ગુણથી ચારિત્રગુણનું જુદાપણું સિદ્ધ થયું, એ રીતે અનેકાંત સ્વરૂપ થયું.
(૫) આ ભેદ પર્યાયાર્થિકનયથી છે, દ્રવ્ય અખંડ હોવાથી દ્રવ્યાર્થિકનયે બધા ગુણો અભેદ-અખંડ છે એમ સમજવું.
દર્શન (શ્રદ્ધા), જ્ઞાન, ચારિત્ર એ ત્રણે ગુણોની અભેદદષ્ટિએ
નિશ્ચયસમ્યગ્દર્શનની વ્યાખ્યા (૧) અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મસ્વરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યફપણે દેખાય છે-[અર્થાત શ્રદ્ધાય છે] અને જણાય છે, તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. નયના પક્ષપાત છોડીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ “સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન' એવાં નામ પામે છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન કાંઈ અનુભવથી જુદાં નથી. [ ગુજરાતી સમયસાર ગાથા-૧૪૪ ટીકા-ભાવાર્થ, પાનું-૧૮૪]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com