________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦]
[ મોક્ષશાસ્ત્ર મન:પર્યયજ્ઞાનના ભેદ
આનુવપુનમતી મન: પર્યય: ૨૩ ા અર્થ:- [ મન:પર્યા: ] મન:પર્યયજ્ઞાન [ –દનુમતિ વિપુલમતિ] ઋજુમતિ અને વિપુલમતિ-એવા બે પ્રકારનું છે.
ટીકા (૧) મન:પર્યયજ્ઞાનની વ્યાખ્યા નવમા સૂત્રની ટીકામાં આપી છે. બીજાના મનોગત
(મનમાં રહેલાં) મૂર્તિક દ્રવ્યોને, તે મનની સાથે જે પ્રત્યક્ષ જાણે તે
મન:પર્યયજ્ઞાન છે. (૨) દ્રવ્ય અપેક્ષાએ મન:પર્યયજ્ઞાનનો વિષય-જઘન્યરૂપથી એક સમયમાં થતા
ઔદારિક શરીરના નિર્જરારૂપ દ્રવ્ય સુધી જાણી શકે; ઉત્કૃષ્ટરૂપે આઠ કર્મોના એક સમયમાં બંધાયેલા સમય પ્રબદ્ધરૂપ* દ્રવ્યના અનંત ભાગોમાંથી એક ભાગ સુધી જાણી શકે. ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય-જઘન્યરૂપે બે, ત્રણ કોશ સુધીના ક્ષેત્રને જાણે અને ઉત્કૃષ્ટરૂપે મનુષ્યક્ષેત્રની અંદર જાણી શકે. [ વિધ્વંભરૂપ મનુષ્યક્ષેત્ર સમજવું]. કાળ અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય-જઘન્યરૂપે બે, ત્રણ ભવોનું ગ્રહણ કરે છે; ઉત્કૃષ્ટરૂપે અસંખ્યાત ભવોનું ગ્રહણ કરે છે-જાણે છે. ભાવ અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય-દ્રવ્યપ્રમાણમાં કહેલા દ્રવ્યોની શક્તિને (ભાવને) જાણે છે.
[ શ્રી ધવલા પુસ્તક ૧ પાનું-૯૪ ] આ જ્ઞાન થવામાં મન અપેક્ષામાત્ર(-નિમિત્તમાત્ર) કારણ છે, ઉત્પત્તિનું તે કારણ નથી. આ જ્ઞાનની ઉત્પત્તિ આત્માની શુદ્ધિથી થાય છે. આ જ્ઞાન દ્વારા સ્વ તથા પર બન્નેના મનમાં સ્થિત રૂપી પદાર્થો જાણી શકાય છે. [ શ્રી સર્વાર્થસિદ્ધિ પાનું ૪૪૮-૪૫૧-૪૫ર] બીજાના મનમાં સ્થિત પદાર્થને પણ “મન” કહેવામાં આવે છે; તેના પર્યાયો (વિશેષો) ને મન:પર્યય કહે છે, તેને જે જ્ઞાન જાણે તે મન:પર્યયજ્ઞાન છે. મન:પર્યયજ્ઞાનના ઋજુમતિ અને વિપુલમતિ એવા બે ભેદ છે.
* સમયપ્રબદ્ધ=એક સમયમાં જેટલા કર્મપરમાણુ અને નોકર્મપરમાણુ બંધાય તે સર્વને સમયપ્રબદ્ધ કર્યું છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com