________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૧. સૂત્ર ૨૩]
[ ૭૧
ઋજુમતિ:- મનમાં ચિંતવન કરેલા પદાર્થોને જાણે છે, અચિંતિત પદાર્થને નહિ; અને તે પણ સરલરૂપથી ચિંતિત પદાર્થને જાણે છે.
[જીઓ, સૂત્ર ૨૮-નીચે ટીકા ] વિપુલમતિઃ- ચિંતિત અને નહિ ચિંતિત પદાર્થને તથા વક્રચિંતિત અને અવક્રચિંતિત પદાર્થને પણ જાણે છે.
[જીઓ, સૂત્ર ૨૮ નીચે ટીકા ] મન:પર્યયજ્ઞાન વિશિષ્ટ સંયમધારીને થાય છે. [ શ્રી ધવલા પુસ્તક ૬ પાનું ૨૮–૨૯ ] ‘વિપુલ ’નો અર્થ વિસ્તીર્ણ-વિશાળ-ગંભીર થાય છે. [ તેમાં કુટિલ, અસરળ, વિષમ, સરળ વગેરે ગર્ભિત છે.) વિપુલમતિજ્ઞાનમાં ઋજુ અને વક્ર (એટલે સરળ અને આડા) સર્વ પ્રકારના રૂપી પદાર્થનું જ્ઞાન થાય છે. પોતાનાં તથા ૫૨નાં જીવિત, મરણ, સુખ, દુ:ખ, લાભ, અલાભનું પણ જ્ઞાન થાય છે. વ્યક્ત મન કે અવ્યક્ત મનથી ચિંતવન કરેલા કે નહિ ચિંતવેલા કે આગળ જઈ જેનું ચિંતવન ક૨શે એવા સર્વ પ્રકારના પદાર્થોને વિપુલમતિ મન:પર્યયજ્ઞાની જાણે છે.
[ સર્વાર્થસિદ્ધિ પાનું ૪૪૮-૪૫૧-૪૫૨ ] કાળ અપેક્ષાએ ઋામતિનો વિષય-જઘન્યપણે ભૂત-ભવિષ્યના બે ત્રણ ભવ પોતાના અને બીજાના જાણે, ઉત્કૃષ્ટપણે સાત-આઠ ભવ તે મુજબ જાણે.
ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાન જઘન્યપણે ત્રણથી ઉપર અને નવથી નીચે કોશ અને ઉત્કૃષ્ટપણે ત્રણથી ઉ૫૨ અને, નવથી નીચે યોજનની અંદર જાણે છે, તેથી બહાર નહિ. [ કોશ=૧ ગાઉ; યોજન= ૨૦૦૦ ગાઉ]
કાળ અપેક્ષાએ વિપુલમતિનો વિષય-જઘન્યથી સાત-આઠ ભવ આગલાપાછલા જાણે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ આગલા-પાછલા જાણે.
ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાન-જઘન્યપણે ત્રણથી ઉપર અને નવથી નીચે યોજન પ્રમાણ જાણે; ઉત્કૃષ્ટપણે માનુષોત્ત૨ પર્વતની અંદર જાણે-તેથી બહાર નહિ.
[ સર્વાર્થસિદ્ધિ પાનું-૪૫૪ ] વિપુલમતિનો અર્થ ઇંગ્લિશ તત્ત્વાર્થસૂત્રમાં નીચે પ્રમાણે આપ્યો છે:
Complex direct knowledge of complex mental things. e. g. of what a man is thinking of now along with what he has thought of it in the past and will think of it in the future. [ પાનું-૪૦]
અર્થ:- આંટીઘૂંટી વાળી મનમાં સ્થિત વસ્તુઓનું આંટીઘૂંટી સહિત પ્રત્યક્ષજ્ઞાન જેમકે-એક માણસ વર્તમાનમાં શું વિચારે છે. તેની સાથે ભૂતકાળમાં તેણે શું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com