________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૧. સૂત્ર ૨૨]
[૬૯ સંબંધ બતાવવા નિમિત્તે જણાવ્યું છે. કર્મની તે વખતની સ્થિતિ કર્મના પોતાના કારણે ક્ષયોપશમરૂપ હોય છે, એટલો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તે
અહીં બતાવ્યો છે. (૯) ક્ષયોપશમનો અર્થ-(૧) સર્વઘાતિ સ્પદ્ધકોનો ઉદયાભાવી ક્ષય; (૨) દેશવાતિ
સ્પદ્ધકોમાં ગુણનો સર્વથા ઘાત કરવાની શક્તિનો ઉપશમ તેને ક્ષયોપશમ કહે છે. તથા
ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનમાં વેદક સમ્યકત્વપ્રકૃતિના સ્પર્ધકોને “ક્ષય' અને મિથ્યાત્વ તથા સમ્યમિથ્યાત્વ પ્રકૃતિઓના ઉદયભાવને ઉપશમ કહે છે. પ્રકૃતિઓના ક્ષય તથા ઉપશમને ક્ષયોપશમ કહે છે. [ શ્રી ધવલા, પુસ્તક ૫,
પાનું ૨૦૦-૨૧૧-૨૨૧] (૧૦) ગુણપ્રત્યય અવધિજ્ઞાન, સમ્યગ્દર્શન, દેશવ્રત અથવા મહાવ્રતના નિમિત્તથી થાય
છે તોપણ તે બધા સમ્યગ્દષ્ટિ, દેશવ્રતી કે મહાવ્રતી જીવોને હોતું નથી; કેમકેઅસંખ્યાત લોકપ્રમાણ સમ્યકત્વ, સંયમસંયમ અને સંયમરૂપ પરિણામોમાં, અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમના કારણભૂત પરિણામ બહુ થોડા હોય છે. [ શ્રી જયધવલા પાનું-૧૭]. ગુણપ્રત્યય સુ-અવધિજ્ઞાન સમ્યગ્દષ્ટિ જીવોને જ થઈ શકે છે, પરંતુ બધા સમ્યગ્દષ્ટિ જીવોને તે હોતું નથી–એમ સમજવું.
સૂત્ર ૨૧-૨૨નો સિદ્ધાંત જે જીવોને અવધિજ્ઞાન થયું હોય તે જ જીવો, અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી દર્શનમોહકર્મના રજકણોની અવસ્થા જોઈને તે ઉપરથી પોતાને સમ્યગ્દર્શન થયું છેએમ યથાર્થપણે જાણી શકે” –એવી માન્યતા બરાબર નથી, કેમકે બધા જ સમ્યગ્દષ્ટિ જીવોને અવધિજ્ઞાન હોતું નથી, પણ સમ્યગ્દષ્ટિ જીવોમાંથી ઘણા જ ઓછા જીવોને અવધિજ્ઞાન થાય છે. “પોતાને સમ્યગ્દર્શન થયું છે” તે જ અવધિજ્ઞાન વગર નક્કી ન થઈ શકતું હોય તો, જે જીવોને અવધિજ્ઞાન ન થાય તેઓને હંમેશાં એ સંબંધની શંકા-સંશય રહ્યા જ કરે, પરંતુ નિઃશંકપણું એ સમ્યગ્દર્શનનો પહેલો જ આચાર છે; તેથી જે જીવોને સમ્યગ્દર્શન સંબંધી શંકા રહ્યા કરે તે જીવ ખરી રીતે સમ્યગ્દષ્ટિ હોય જ નહિ, પણ મિથ્યાદષ્ટિ હોય છે. માટે અવધિજ્ઞાનનું, મન:પર્યયજ્ઞાનનું તથા તેના ભેદોનું સ્વરૂપ જાણી, ભેદો તરફના રાગને ટાળી, અભેદ જ્ઞાનસ્વરૂપ પોતાના સ્વભાવ તરફ જીવે વળવું. ર૨ાા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com