SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૬૮ ] [ મોક્ષશાસ્ત્ર (૫) દેશાવિઘે એ ઉપ૨ [પારા ૧ માં] કહેલા છ પ્રકાર તથા પ્રતિપાતિ અને અપ્રતિપાતિ એમ આઠ પ્રકારનું હોય છે. ૫૨માધિ અનુગામી, અનનુગામી, વર્તમાન, અવસ્થિત, અનવસ્થિત અને અપ્રતિપાતી હોય છે. (૬) અવધિજ્ઞાન રૂપી- પુદ્દગલ તથા તે પુદ્ગલના સંબંધવાળા સંસારી જીવ (ના વિકારી ભાવ) ને પ્રત્યક્ષ જાણે છે. (૭) દ્રવ્ય અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનનો વિષય-એક જીવના ઔદારિક શરીર સંચયના લોકાકાશ-પ્રદેશપ્રમાણ ખંડ કરતાં તેના એક ખંડ સુધીનું જ્ઞાન હોય છે. દ્રવ્ય અપેક્ષાએ સર્વાધિજ્ઞાનનો વિષય- એક પરમાણ સુધી જાણે છે. [જીઓ, સૂત્ર ૨૮ ટીકા ] દ્રવ્ય અપેક્ષાએ મધ્યમ અવધિજ્ઞાનનો વિષય-જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેના દ્રવ્યોના ભેદોને જાણે છે. ક્ષેત્ર અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનનો વિષય-ઉત્સેધાંગુલના [આઠ યવ મધ્યના ] અસંખ્યાતમાં ભાગ સુધીના ક્ષેત્રને જાણે છે. ક્ષેત્ર અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો વિષય-અસંખ્યાત લોકપ્રમાણ સુધી ક્ષેત્રને જાણે છે. ક્ષેત્ર અપેક્ષાએ મધ્યમ અવધિજ્ઞાનનો વિષય-જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેના ક્ષેત્રભેદોને જાણે છે. કાળ અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનનો વિષય-(જઘન્યથી ) આવલિના અસંખ્યાતભાગપ્રમાણ ભૂત અને ભવિષ્યને જાણે છે. કાળ અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો વિષય-અસંખ્યાત લોકપ્રમાણ અતીત ને અનાગત કાળ ને જાણે છે. કાળ અપેક્ષાએ મધ્યમ અવધિજ્ઞાનનો વિષય-જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેના કાળભેદોને જાણે છે. ભાવની અપેક્ષાએ અવધિજ્ઞાનનો વિષય-પહેલાં દ્રવ્યપ્રમાણ નિરૂપણ કરેલ દ્રવ્યોની શક્તિને જાણે છે. [ શ્રી ધવલા પુસ્તક ૧, પાનું ૯૩–૯૪] (૮) કર્મનો ક્ષયોપશમ નિમિત્તમાત્ર છે એમ સમજવું, એટલે કે જીવ પોતાના પુરુષાર્થથી પોતાના જ્ઞાનનો વિશુદ્ધ અવધિજ્ઞાનપર્યાય પ્રગટ કરે છે તેમાં પોતે જ કારણ છે. અવધિજ્ઞાન વખતે અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ સ્વયં હોય એટલો Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy