________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૨૧ યોગસાર ટીકા
હિન્દી ટીકાકાર - બ્ર. શીતલપ્રસાદજી
શ્રી યોગીન્દુદેવ વિરચિત
[ ] આ જાતનું આ આત્મદ્રવ્ય છે. જે કોઈ આમ માનતું નથી પણ આત્મા સાથે આઠ કર્મોનો
સંયોગ સંબંધ હોવામાં તે કર્મોના ઉદય અથવા ફળથી જે જે અશુદ્ધ અવસ્થાઓ આત્માની ઝળકે છે, તેમને આત્માનો સ્વભાવ જે માની લે છે તે બહિરાત્મા છે.
(પેઈજ નં.૩૬) [ ] .એ એક અખંડ, અભેદ, સામાન્ય પદાર્થ છે. એ જ્ઞાન સ્વભાવી છે, સહજ સામાયિક
જ્ઞાનનો ભંડાર છે. એમાં કોઈ અજ્ઞાન નથી. એનો સ્વભાવ નિર્મળ દર્પણ સમાન
અપર પ્રકાશક છે. સર્વ શેયોને પ્રકાશિત કરનાર, એક સમયમાં ખંડ રહિત સર્વનો વિષય કરનાર એ અભૂત જ્ઞાન છે. પ્રયાસ વિના જ જ્ઞાનમાં શેય ઝળકે છે.
(ગાથા-૨૬ ના ભાવાર્થમાંથી પેઈજ નં-૧૦૪) [ ] અમૂર્તિત્વ- આ આત્મા જોકે અસંખ્યાત પ્રદેશી એક અખંડ દ્રવ્ય છે તો પણ એ સ્પર્શ,
રસ, ગંધ, વર્ણ રહિત અમૂર્તિક છે. ઇન્દ્રિયો દ્વારા દેખી શકતો નથી. આકાશની જેમ નિર્મળ આકારવાળો જ્ઞાનાકાર છે. આ છ વિશેષ ગુણોથી આ આત્મા પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાલાણુ અને આકાશ આ પાંચ અચેતન દ્રવ્યોથી ભિન્ન ઝળકે છે. દરેક આત્મા સ્વભાવે પરમ વીતરાગ શાંત, નિર્વિકાર છે. પોતાની જ પરિણતિનો કર્તા અને ભોકત્તા છે, પરનો કર્તા-ભોક્તા નથી. દરેક આત્મા પરમ શુદ્ધ પરમાત્મા, પરમ સમદર્શી છે.
(ગાથા-૩૯ના ભાવાર્થનો છઠ્ઠો બોલ પેઈજ નં-૧૩૨) [ ] સ્ફટિકમણિ- આ આત્મા સ્ફટિકમણિ સમાન નિર્મળ અને પરિણમનશીલ છે. કર્મોના
ઉદયનું નિમિત્ત ન હોતાં તે સદા પોતાના શુદ્ધ આત્મિક ગુણોમાં જ પરિણમન કરે છે. સંસાર અવસ્થામાં કર્મોના ઉદયનું નિમિત્ત હોતાં તે સ્વયં રાગ દ્વેષ, મોહરૂપ અને વિવિધ પ્રકારના વિભાવરૂપ પરિણમન કરે છે. જેમ સ્ફટિકમણિ લાલ, પીળી, નીલી વસ્તુના સંપર્કથી લાલ, પીળા, નીલા રંગરૂપ પરિણમન કરે છે તો પણ પોતાની નિર્મળતા ખોઈ બેસતો નથી, કેવળ ઢાંકી દે છે. એવી જ રીતે આત્મા સરાગ દશામાં રાગદ્વેષ રૂપ પરિણમવા છતાં પણ વીતરાગતાનો લોપ કરી દેતો નથી, કેવળ ઢાંકી દે છે, નિમિત્ત ન હોતાં એ સદા સ્ફટિક સમાન શુદ્ધ વીતરાગ ભાવમાં જ પ્રકાશે છે.
(ગાથા-પ૭ ના ભાવાર્થનો આઠમો બોલ, પેઈજ નં-૧૭૩) [ ] ભાવાર્થ-જેમ સ્ફટિકમણિ શુદ્ધ છે, સ્વયં લાલ, પીળા આદિ દ્રવ્યોના રંગરૂપે થતો નથી
પરંતુ જ્યારે લાલ, પીળા આદિ દ્રવ્યોનો સંયોગ થાય છે ત્યારે તે લાલ, પીળો થઈ જાય છે. તેવી જ રીતે જ્ઞાન સ્વરૂપી આત્મા સ્વયં કદિ રાગાદિ ભાવોમાં પરિણમતો નથી. જો