________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૮૮) (–સામર્થ્ય)થી જ થાય છે. ૫ બીજા પ્રશ્નનું સમાધાનઃસદ્ધ વસ્તુ અસહાય જહૈ, તહેં નિમિત્ત હૈ કૌન; જ્યાં જહાજ પરવાહમેં, તિરે સહજ વિન પીન. ૬
અર્થ:- પ્રત્યેક વસ્તુ સ્વતંત્રતાથી પોતાની અવસ્થાને (-કાર્યને) પ્રાપ્ત કરે છે ત્યાં નિમિત્ત કોણ? જેમ વહાણ પ્રવાહમાં સહેજે જ પવન વિના જ તરે છે.
ભાવાર્થ – જીવ અને પુદ્ગલ દ્રવ્ય શુદ્ધ કે અશુદ્ધ અવસ્થામાં સ્વતંત્રપણે જ પોતાના પરિણામો કરે છે. અજ્ઞાની જીવ પણ સ્વતંત્રપણે નિમિત્તાધીન પરિણમન કરે છે. કોઈ નિમિત્ત તેને આધીન બનાવી શકતું નથી. ૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com