________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૪૧) ૬૪ પ્ર. અર્થપર્યાયના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છે- સ્વભાવઅર્થ પર્યાય અને વિભાવઅર્થ પર્યાય.
(અર્થપર્યાય = ગુણપર્યાય) ૬૫ પ્ર. સ્વભાવઅર્થપર્યાય કોને કહે છે?
ઉ. પર નિમિત્તના સંબંધ રહિત જે અર્થપર્યાય થાય તેને સ્વભાવઅર્થપર્યાય કહે છે. જેમ કે જીવની કેવળજ્ઞાન પર્યાય.
(જ્ઞાનગુણની પૂર્ણ અવસ્થા = કેવળજ્ઞાન) ૬૬ પ્ર. વિભાવઅર્થપર્યાય કોને કહે છે?
ઉ. પર નિમિત્તના સંબંધથી જે અર્થપર્યાય થાય તેને વિભાવઅર્થપર્યાય કહે છે. જેમ કે જીવના રાગ-દ્વેષાદિક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com