________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૩૪)
૩૯ પ્ર. લોકાકાશ કોને કહે છે ?
ઉ. જ્યાં સુધી જીવ, પુદ્દગલ, ધર્મ, અધર્મ અને કાળ એ સમસ્ત દ્રવ્યો છે ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહે છે. [ લોકની મોટાઈ, ઊંચાઈ-પહોળાઈ માટે જુઓ પૃ. ૧૦૫ પરિશિષ્ટ ] ૪૦ પ્ર. અલોકાકાશ કોને કહે છે ?
ઉ. લોકાકાશની બહારના અનંત આકાશને અલોકાકાશ છે.
૪૧ પ્ર. કાળદ્રવ્ય કોને કહે છે ?
ઉ. પોતપોતાની અવસ્થારૂપે સ્વયં પરિણમતા જીવાદિ દ્રવ્યોના પરિણમનમાં જે નિમિત્ત હોય તેને કાળદ્રવ્ય કહે છે, જેમકે કુંભારના ચાકને ફરવા માટે લોઢાનો ખીલો.
૪૨ પ્ર. કાળદ્રવ્યના કેટલા ભેદ છે ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com