________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬ ]
[ અધ્યાય : ૩ ઇન્દ્રિયોના વિષયોનો વિજય કરવાને સંયમ કહે છે. ૪૦૬ પ્ર. સંયમ માર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. સાત ભેદ છે:- સામાયિક, છેદોષસ્થાના, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસામ્પરાય, યથાખ્યાત, સંયમસંયમ અને અસંયમ. ૪૦૭ પ્ર. દર્શનમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. ચાર ભેદ છે:- ચક્ષુદર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. ૪૦૮ પ્ર. લેશ્યામાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. છ ભેદ છે. કૃષ્ણ, નીલ, કપોત, પીત, પદ્મ અને શુકલ. ૪૦૯ પ્ર. ભવ્યમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છે:- ભવ્ય અને અભવ્ય. ૪૧૦ પ્ર. સમ્યકત્વ કોને કહે છે?
ઉ. તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યકત્વ કહે છે. ૪૧૧ પ્ર. સમ્યકત્વમાર્ગણાના કેટલા ભેદ છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com