________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ ]
ફરીને નિગોદમાં ઉત્પન્ન થાય તેને ઈતરનિગોદ કહે છે. ૩૯૭ પ્ર. બાદર અને સૂક્ષ્મ કયા કયા જીવ છે ?
ઉ. પૃથિવી, અપ, તેજ, વાયુ, નિત્યનિગોદ ઈતરનિગોદ–એ છ બાદર અને સૂક્ષ્મ બન્ને પ્રકારના હોય છે. બાકીના સર્વે જીવ બાદર જ હોય છે, સૂક્ષ્મ હોતા નથી. ૩૯૮ પ્ર. યોગ કોને કહે છે ?
[ અધ્યાય : ૩
ઉ. પુદ્દગલવિપાકી શરી૨ અને અંગોપાંગનામા નામકર્મના ઉદયથી મનોવર્ગણા, તથા વચનવર્ગણા તથા કાયવર્ગણાના અવલંબનથી, કર્મ-નોકર્મને ગ્રહણ કરવાની જીવની શક્તિવિશેષને ભાવયોગ કહે છે. તે જ ભાવયોગના નિમિત્તથી આત્મપ્રદેશના પરિસ્પંદનને (ચંચલ હોવાને) દ્રવ્યયોગ કહે છે.
૩૯૯ પ્ર. યોગના કેટલા ભેદ છે ?
ઉ. પંદર છે:- મનોયોગ ૪, વચનયોગ ૪, અને કાયયોગ ૭.
૪૦૦ પ્ર. વેદ કોને કહે છે ?
ઉ. નોકષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવની મૈથુન કરવાની અભિલાષાને ભાવવેદ કહે છે; અને નામકર્મના ઉદયથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com