________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
પાપને ધર્મ સમજવો.
૩૧૫ પ્ર. વૈનયિક મિથ્યાત્વ કોને કહે છે ?
ઉ. સમસ્ત દેવ અને સમસ્ત મતોમાં સમદર્શીપણું માનવું તેને વૈનયિક મિથ્યાત્વ કહે છે.
૩૧૬ પ્ર. અવિરતિ કોને કહે છે ?
[ ૭૫
ઉ. હિંસાદિક પાપોમાં તથા ઇન્દ્રિય અને મનના વિષયોમાં પ્રવૃત્તિ થવાને અવિરતિ કહે છે. ૩૧૭ પ્ર. અવિરતિના કેટલા ભેદ છે ?
ઉ. ત્રણ ભેદ છે–અનંતાનુબંધી કષાયોદયજનિત, અપ્રત્યાખ્યાનાવરણ, કષાયોદયજનિત અને પ્રત્યાખ્યાનાવરણ કષાયોદયજનિત.
૩૧૮ પ્ર. પ્રમાદ કોને કહે છે ?
ઉ.સંજ્વલન અને નોકષાયના તીવ્ર ઉદયથી નિરતિચાર ચારિત્ર પાળવામાં અનુત્સાહને તથા સ્વરૂપની અસાવધાનતાને પ્રમાદ કહે છે.
૩૧૯ પ્ર. પ્રમાદના કેટલા ભેદ છે ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com