________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ ]
[ અધ્યાય : ૨
ઉ. પંદર ભેદ છે-વિકથા ૪(સ્ત્રીકથા, રાષ્ટ્રકથા, ભોજનકથા, રાજકથા ), કષાય ૪ સંજ્વલનના તીવ્ર ઉદયનિત ક્રોધ, માન, માયા, લોભ), ઇન્દ્રિયોના વિષય ૫, નિદ્રા એક અને સ્નેહ એક-એમ પંદર પ્રમાદ છે. ૩૨૦ પ્ર. કષાય કોને કહે છે ?
ઉ. સંજ્વલન અને નોકષાયના મંદ ઉદયથી પ્રાદુર્ભૂત આત્માના પરિણામવિશેષને કષાય કહે છે. ૩૨૧ પ્ર. યોગ કોને કહે છે ?
ઉ. મનોવર્ગણા અથવા કાયવર્ગણા (આહા૨વર્ગણા તથા કાર્માણવર્ગણા ) અને વચનવર્ગણાના અવલંબનથી કર્મ, નોકર્મને ગ્રહણ કરવાની શક્તિવિશેષને યોગ કહે છે. ૩૨૨ પ્ર. યોગના કેટલા ભેદ છે ?
ઉ. પંદર ભેદ છે-મનોયોગ ૪( સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, ઉભય મનોયોગ અને અનુભવ મનોયોગ ), કાયયોગ ૭( ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિયક, વૈક્રિયકમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્માણ ), વચનયોગ ૪ ( સત્યવચનયોગ, અસત્યવચનયોગ, ઉભયવચનયોગ, અનુભયવચનયોગ ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com