________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૬૫ ૨૮૨ પ્ર. અંતિમ ગુણહાનિનું પરિમાણ કેવી રીતે કાઢવું?
ઉ. એક ઓછા અન્યોન્યાભ્યસ્તરાશિનો ભાગ સમયપ્રબદ્ધમાં મૂકવાથી અંતિમ ગુણહાનિના દ્રવ્યનું પરિમાણ નીકળે છે. જેમકે-૬૩OO માં એક ઓછા ૬૪ નો ભાગ દેવાથી જે ૧OO પ્રાપ્ત થયા, તે જ અંતિમ ગુણહાનિનું દ્રવ્ય છે. ૨૮૩ પ્ર. અન્યગુણહાનિઓના દ્રવ્યનું પરિમાણ કેવી રીતે કાઢવું જોઈએ?
ઉ. અંતિમ ગુણહાનિના દ્રવ્યને પ્રથમ ગુણહાનિ પર્યન્ત બમણા બમણા કરવાથી અન્યગુણહાનિઓના દ્રવ્યનું પરિમાણ નીકળે છે. જેમકે-૨૦૦-૪૦૦-૮OO-૧૬OO૩૨OO. ૨૮૪ પ્ર. પ્રત્યેક ગુણહાનિમાં પ્રથમાદિ સમયોમાં દ્રવ્યનું પરિમાણ કેવી રીતે હોય છે?
ઉ. નિષેકહારને ચયથી ગુણવાથી પ્રત્યેક ગુણહાનિના પ્રથમ સમયના દ્રવ્ય નીકળે છે, અને પ્રથમ સમયના દ્રવ્યમાંથી એક એક ચય બાદ કરવાથી ઉત્તરોત્તર સમયોના દ્રવ્યોનું પરિમાણ નીકળે છે. જેમકે નિષકાર ૧૬ ને ચય ૩ર થી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com