________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨ ]
કર્મપ૨માણુને વર્ગ કહે છે.
૨૭૧ પ્ર. અવિભાગપ્રતિચ્છેદ કોને કહે છે ?
[ અધ્યાય : ૨
ઉ. શક્તિના અવિભાગી અંશને અવિભાગપ્રતિચ્છેદ કહે છે. અથવા જેનો બીજો ભાગ થઈ શકે નહિ તેવા અંશને અવિભાગપ્રતિચ્છેદ કહે છે.
૨૭૨ પ્ર. આ પ્રકરણમાં “શક્તિ” શબ્દથી કઈ શક્તિ ઈષ્ટ છે?
ઉ. અહીં શક્તિ શબ્દથી કર્મોની અનુભાગરૂપ અર્થાત્ ફ્લુ આપવાની શક્તિ ઈષ્ટ છે.
૨૭૩ પ્ર. ઉદયાભાવી ક્ષય કોને કહે છે ?
ઉ. ફલ આપ્યા વિના આત્માથી કર્મના સંબંધ છૂટવાને ઉદયાભાવી ક્ષય કહે છે.
૨૭૪ પ્ર. ઉત્કર્ષણ કોને કહે છે ?
ઉ. કર્મોની સ્થિતિ તથા અનુભાગના વધી જવાને ઉત્કર્ષણ કહે છે.
૨૭૫ પ્ર. અપકર્ષણ કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com