________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ૨૬૫ પ્ર. ક્ષય કોને કહે છે?
ઉ. કર્મની આત્યન્તિક નિવૃતિને ક્ષય કહે છે.
૨૬૬ પ્ર. ક્ષયોપશમ કોને કહે છે?
ઉ. વર્તમાન નિષેકમાં નિષેકમાં સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય તથા દેશઘાતી સ્પર્ધકોનો ઉદય અને આગામીકાળમાં ઉદય આવવાવાળા નિષેકોનો સદવસ્થારૂપ ઉપશમ એવી કર્મની અવસ્થાને ક્ષયોપશમ કહે છે.
૨૬૭ પ્ર. નિષેક કોને કહે છે ?
ઉ. એક સમયમાં કર્મના જેટલાં ૫૨માણુઓ ઉદયમાં આવે તે સર્વના સમૂહને નિષેક કહે છે.
૨૬૮ પ્ર. સ્પર્ધક કોને કહે છે ?
ઉ. વર્ગણાઓના સમૂહને સ્પર્ધક કહે છે.
૨૬૯ પ્ર. વર્ગણા કોને કહે છે ?
ઉ. વર્ગોના સમૂહને વર્ગણા કહે છે.
[ ૬૧
૨૭૦ પ્ર. વર્ગ કોને કહે છે?
ઉ. સમાન અવિભાગપ્રતિચ્છંદોના ધારક પ્રત્યેક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com