________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ ]
| અધ્યાય : ૨ ૧૫૩ પ્ર. સમ્યફપ્રકૃતિ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી સમ્યકત્વપર્યાયના મૂળનો વાત તો ન થાય, પરંતુ ચલ, મલાદિક દોષ ઊપજે, તેને સમ્યફપ્રકૃતિ કહે છે. ૧૫૪ પ્ર. ચારિત્રમોહનીય કોને કહે છે?
ઉ. જે આત્માના ચારિત્રપર્યાયનો ઘાત કરે, તેને ચારિત્રમોહનીય કર્મ કહે છે. ૧૫૫ પ્ર. ચારિત્રમોહનીય કર્મના કેટલા ભેદ છે?
ઉ. બે છે:- કષાય અને નોકષાય(કિંચિત્ કષાય) ૧૫૬ પ્ર. કષાયના કેટલા ભેદ છે?
ઉ. સોળ છે - અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ; અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણ માન, અપ્રત્યાખ્યાનાવરણ માયા, અપ્રત્યાખ્યાનાવરણ લોભ; પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ માન; પ્રત્યાખ્યાનાવરણ માયા પ્રત્યાખ્યાનાવરણ લોભ, સંજ્વલન ક્રોધ, સંવલન માન, સંજ્વલન માયા, સંજ્વલન લોભ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com