________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] .
[ ૨૩ ૧00 પ્ર. દર્શન ક્યારે થાય છે?
ઉ. જ્ઞાનના પહેલાં દર્શન થાય છે. દર્શન વિના અલ્પજ્ઞ જનોને જ્ઞાન થતું નથી, પરંતુ સર્વજ્ઞ દેવને જ્ઞાન અને દર્શન એક સાથે થાય છે. ૧૦૧ પ્ર. ચક્ષુદર્શન કોને કહે છે?
ઉ. નેત્રજન્ય મતિજ્ઞાનના પહેલાં સામાન્ય પ્રતિભાસ અથવા અવલોકનને ચક્ષુદર્શન કહે છે. ૧૦૨ પ્ર. અચસુદર્શન કોને કહે છે?
ઉ. ચક્ષુ(ખ) ના સિવાય બાકીની ઇન્દ્રિયો અને મનસંબંધી મતિજ્ઞાનના પહેલાં થવાવાળા સામાન્ય અવલોકન(દર્શન) ને અચક્ષુદર્શન કહે છે. ૧૦૩ પ્ર. અવધિદર્શન કોને કહે છે?
ઉ. અવધિજ્ઞાનની પહેલા થનાર સામાન્ય અવલોકનને અવધિદર્શન કહે છે. ૧૦૪ પ્ર. કેવળદર્શન કોને કહે છે?
ઉ. કેવળજ્ઞાનની સાથે થનાર સામાન્ય અવલોકનને કેવળદર્શન કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com