________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૨ ]
૯૬ પ્ર. વ્યંજનાવગ્રહ કોને કહે છે ?
[ અધ્યાય : ૧
ઉ. અવ્યક્ત (અપ્રગટરૂપ ) પદાર્થના અવગ્રહને વ્યંજનાવગ્રહ કહે છે.
૯૭ પ્ર. વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહની માફક સર્વ ઇન્દ્રિયો અને મનદ્વારા થાય છે ? કે કેવી રીતે ?
ઉ. વ્યંજનાવગ્રહ ચક્ષુ અને મનના સિવાય બાકીની સર્વે ઇન્દ્રિયોથી થાય છે.
૯૮ પ્ર. વ્યક્ત અને અવ્યક્ત પદાર્થોના કેટલા ભેદ છે ?
ઉ. દરેકના બાર બાર ભેદ છે. બહુ, એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, નિઃસૃત, અનિઃસૃત, ઉક્ત, અનુક્ત, ધ્રુવ, અધ્રુવ.
૯૯ પ્ર. શ્રુતજ્ઞાન કોને કહે છે ?
ઉ. મતિજ્ઞાનથી જાણેલા પદાર્થથી સંબંધને લઈને થયેલ કોઈ બીજા પદાર્થના જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે. જેમકે-‘ ઘડો ’ શબ્દ સાંભળવા પછી ઉત્પન્ન થયેલા કંબુગ્રીવાદિરૂપ ઘડાનું જ્ઞાન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com