________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૬૯ ૬૬૨ પ્ર. નિક્ષેપ કોને કહે છે?
ઉ. યુક્તિદ્વારા સુયુક્ત માર્ગ પ્રાપ્ત થતાં કાર્યના વશથી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવમાં પદાર્થના સ્થાપનને નિક્ષેપ કહે છે. ૬૬૩ પ્ર. નિક્ષેપના કેટલા ભેદ છે?
ઉ. ચાર છે:- નામનિક્ષેપ, સ્થાપનાનિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ. ૬૬૪ પ્ર. નામનિક્ષેપ કોને કહે છે?
ઉ. જે પદાર્થમાં જે ગુણ નથી. તેને તે નામથી કહેવું. જેમકે કોઈએ પોતાના છોકરાનું નામ હાથીસિંહ રાખ્યું છે, પણ તેનામાં હાથી અને સિંહ બન્નેના ગુણો નથી. ૬૬૫ પ્ર. સ્થાપનાનિષેપ કોને કહે છે?
ઉ. સાકાર અથવા નિરાકાર પદાર્થમાં તે આ છે. એવી રીતે અવધાન કરીને નિવેશ(સ્થાપન) કરવાને સ્થાપનાનિક્ષેપ કહે છે. જેમકે-પાર્શ્વનાથની પ્રતિમાને પાર્શ્વનાથ કહેવા અથવા શેતરંજની સોકટીને હાથી ઘોડા કહેવા. ૬૬૬ પ્ર. નામનિક્ષેપ અને સ્થાપના નિક્ષેપમાં શો ભેદ છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com