________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૬૭ ઉ. લિંગાદિકના ભેદ ન હોવા છતાં પણ પર્યાય શબ્દના ભેદથી જે પદાર્થને ભેદરુપ ગ્રહણ કરે જેમકે શક્ર, પુરન્ટર, ઇન્દ્ર, એ ત્રણે એક જ લિંગના પર્યાય શબ્દ દેવરાજના વાચક છે, તેથી આ નય દેવરાજને ત્રણ ભેદરૂપે ગ્રહણ કરે છે. ૬૫૭ પ્ર. એવંભૂતનય કોને કહે છે?
ઉ. જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ હોય, તે ક્રિયારૂપ પરિણમેલ પદાર્થને જે ગ્રહણ કરે તે એવભૂતનય છે. જેમકે પૂજારીને પુજા કરતી વખતે જ પૂજારી કહેવો. ૬૫૮ પ્ર. વ્યવહારનય અથવા ઉપનયના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ છે. સદ્દભૂતવ્યવહારનય, અસભૂતવ્યવહારનય, અને ઉપચરિતવ્યવહારનય અથવા ઉપચરિતાસદભૂત વ્યવહારનય. ૬૫૯ પ્ર. સભૂતવ્યવહારનય કોને કહે છે?
ઉ. એક અખંડદ્રવ્યને ભેદરૂપ વિષય કરવાવાળા જ્ઞાનને સદ્ભૂતવ્યવહારનય કહે છે. જેમકે જીવના કેવળજ્ઞાનાદિક વા મતિજ્ઞાનાદિક ગુણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com