________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
| [ ૧૬૫ ૬૪૯ પ્ર. દ્રવ્યાર્થિકનયના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર. ૬૫૦ પ્ર. નૈગમનય કોને કહે છે?
ઉ. બે પદાર્થોમાંથી એકને ગૌણ અને બીજાને પ્રધાન કરી ભેદ અથવા અભેદને વિષય કરવાવાળું (જાણવાવાળું જ્ઞાન) નૈગમનય છે, તથા પદાર્થના સંકલ્પને ગ્રહણ કરવાવાળું જ્ઞાન નૈગમનાય છે. જેમકે કોઈ પુરુષ રસોઈમાં ચોખા લઈને વીણતો હતો, તે વખતે કોઈએ તેને પૂછયું કે, “તમે શું કરી રહ્યા છો ?' ત્યારે તેણે કહ્યું કે, હું ભાત બનાવી રહ્યો છું', અહીં ચોખા અને ભાતમાં અભેદવિવક્ષા છે, અથવા ચોખામાં ભાતનો સંકલ્પ છે. ૬૫૧ પ્ર. સંગ્રહનય કોને કહે છે?
ઉ. પોતાની જાતિનો વિરોધ નહિ કરીને અનેક વિષયોને એકપણાથી જે ગ્રહણ કરે, તેને સંગ્રહનય કહે છે. જેમકે જીવ કહેવાથી પાંચે ગતિના સર્વ જીવોનું ગ્રહણ હોય છે. ૬૫ર પ્ર. વ્યવહારનય કોને કહે છે?
ઉ. જે સંગ્રહનયથી ગ્રહણ કરેલા પદાર્થોનો વિધિપૂર્વક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com