________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
[ ૧૫૭
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
૬૧૧ પ્ર. બાધિતવિષયહેત્વાભાસના કેટલા ભેદ છે ?
ઉ. પ્રત્યક્ષબાધિત, અનુમાનબાધિત, આગમબાધિત, સ્વવચનાબાધિત, આદિ અનેક ભેદ છે.
૬૧૨ પ્ર. પ્રત્યક્ષબાધિત કોને કહે છે ?
ઉ. જેના સાઘ્યમાં પ્રત્યક્ષથી બાધા આવે. જેમકે અગ્નિ ઠંડી છે. કેમકે એ દ્રવ્ય છે; ” આ હેતુ પ્રત્યક્ષબાધિત છે. ૬૧૩ પ્ર. અનુમાનબાધિત કોને કહે છે?
66
ઉ. જેના સાઘ્યમાં અનુમાનથી બાધા આવે. જેમકે ઘાસ આદિ કર્તાનું બનાવેલું છે, કેમકે એ કાર્ય છે; પરંતુ આમાં આ અનુમાનથી બાધા આવે છે કે ઘાસ આદિ કોઈનું બનાવેલું નથી, કેમકે તેનો બનાવવાવાળો શરીરધારી નથી. જે જે શરીરધારીનું બનાવેલું નથી, તે તે વસ્તુઓ કર્તાની બનાવેલી નથી. જેમકે-આકાશ.
૬૧૪ પ્ર. આગમબાધિત કોને કહે છે ?
ઉ. શાસ્ત્રથી જેનું સાધ્ય બાધિત હોય તેને આગમબાધિત કહે છે. જેમકે પાપ સુખને આપવાવાળું છે; કેમકે તે કર્મ છે. જે જે કર્મ હોય છે, તે તે સુખના આપવાવાળાં હોય છે, જેમકે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com