________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ ]
[ અધ્યાય : ૫ ઉ. જ્યાં સાધ્યના સદભાવ(હાજરી) નો નિશ્ચય હોય. જેમકે-ધૂમાડાનો સપક્ષ લીલાં ઇંધન (બળતણ) થી મળેલી અગ્નિવાળું રસોઈઘર છે. ૬૦૬ પ્ર. વિપક્ષ કોને કહે છે?
ઉ. જ્યાં સાધ્યના અભાવ(ગેરમૌજૂદગી) નો નિશ્ચય હોય. જેમકે અગ્નિથી તપેલો લોઢાનો ગોળો. ૬૦૭ પ્ર. અકિંચિત્કરહેત્વાભાસ કોને કહે છે?
ઉ. જે હેતુ કોઈપણ કાર્ય (સાધ્યની સિદ્ધિ) કરવામાં સમર્થ ન હોય. ૬૦૮ પ્ર. અકિંચિત્કરહેત્વાભાસના કેટલા ભેદ છે?
ઉ. બે છે. –એક સિદ્ધસાધન, બીજો બાધિત વિષય. ૬૦૯ પ્ર. સિદ્ધસાધન કોને કહે છે?
ઉ. જે હેતુનું સાધ્ય સિદ્ધ હોય. જેમકે અગ્નિ ગરમ છે, કેમકે સ્પર્શ ઇન્દ્રિયથી એવું જ પ્રતીત થાય છે. ૬૧૦ પ્ર. બાધિતવિષયહેત્વાભાસ કોને કહે છે?
ઉ. જે હેતુના સાધ્યમાં બીજા પ્રમાણથી બાધા (હરકત) આવે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com