________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮ ]
[અધ્યાય : ૫ પુણ્યકર્મ. આમાં શાસ્ત્રથી બાધા આવે છે, કેમકે શાસ્ત્રમાં પાપને દુ:ખ દેવાવાળું લખ્યું છે. ૬૧૫ પ્ર. સ્વવચનબાધિત કોને કહે છે?
ઉ. જેના સાધ્યમાં પોતાનાં વચનથી જ બાધા આવે. જેમકે મારી માતા વંધ્યા છે, કેમકે પુરુષનો સંયોગ થવા છતાં પણ તેને ગર્ભ રહેતો નથી. ૬૧૬ પ્ર. અનુમાનના કેટલા અંગ છે?
ઉ. પાંચ છે-પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, અને નિગમન. ૬૧૭ પ્ર. પ્રતિજ્ઞા કોને કહે છે?
ઉ. પક્ષ અને સાધ્યના કહેવાને પ્રતિજ્ઞા કહે છે. જેમકે “આ પર્વતમાં અગ્નિ છે.” ૬૧૮ પ્ર. હેતુ કોને કહે છે?
ઉ. સાધનના વચનને (કહેવાને) હેતુ કહે છે. જેમકે “કેમકે આ ધૂમવાન છે.” ૬૧૯ પ્ર. ઉદાહરણ કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com