________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૫૧ ૫૮૨ પ્ર. કેવલજ્ઞાન કોને કહે છે?
ઉ. જે ત્રિકાળવાર્તા (ભૂત, ભવિષ્ય, અને વર્તમાન કાળના) સમસ્ત પદાર્થોને યુગપત (એક સાથે ) સ્પષ્ટ
જાણે.
૫૮૩ પ્ર. પરોક્ષપ્રમાણ કોને કહે છે?
ઉ. જે બીજાની સહાયતાથી પદાર્થને અસ્પષ્ટ જાણે. ૫૮૪ પ્ર. પરોક્ષપ્રમાણના કેટલા ભેદ છે?
ઉ. પાંચ છે-સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. ૫૮૫ પ્ર. સ્મૃતિ કોને કહે છે?
ઉ. પહેલાં અનુભવ કરેલ પદાર્થને યાદ કરવો તેને સ્મૃતિ કહે છે. ૫૮૬ પ્ર. પ્રત્યભિજ્ઞાન કોને કહે છે?
ઉ. સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકે આ તે જ મનુષ્ય છે કે, જેને કાલે જોયો હતો. ૫૮૭ પ્ર. પ્રત્યભિજ્ઞાનના કેટલા ભેદ છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com