________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ ]
[ અધ્યાય : ૫ પ૭૬ પ્ર. પારમાર્થિક પ્રત્યક્ષના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છે. વિકલપારમાર્થિક અને સકલ પારમાર્થિક. પ૭૭ પ્ર. વિકલપારમાર્થિક પ્રત્યક્ષ કોને કહે છે?
ઉ. જે રૂપી પદાર્થોને કોઈની સહાયતા વિના સ્પષ્ટ જાણે. પ૭૮ પ્ર. વિકલપારમાર્થિક પ્રત્યક્ષના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છે. એક અવધિજ્ઞાન અને બીજું મન:પર્યયજ્ઞાન. પ૭૯ પ્ર. અવધિજ્ઞાન કોને કહે છે?
ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી જે રૂપી પદાર્થને સ્પષ્ટ જાણે. ૫૮૦ પ્ર. મન:પર્યયજ્ઞાન કોને કહે છે?
ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી જે બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થને સ્પષ્ટ જાણે. ૫૮૧ પ્ર. સકલપારમાર્થિકપ્રત્યક્ષ કોને કહે છે?
ઉ. કેવલજ્ઞાનને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com