________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધ્યાય
૫૫૮ પ્ર. પદાર્થોને જાણવાના કેટલા ઉપાય છે?
ઉ. ચાર ઉપાય છે. ૧ લક્ષણ, ૨ પ્રમાણ, ૩ નય, અને ૪ વિક્ષેપ. પ૫૯ પ્ર. લક્ષણ કોને કહે છે?
ઉ. ઘણાએક મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જાદો કરનાર હેતુને લક્ષણ કહે છે. જેમકે - જીવનું લક્ષણ ચેતના. પ૬) પ્ર. લક્ષણના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છે-એક આત્મભૂત, બીજો અનાત્મભૂત. પ૬૧ પ્ર. આત્મભૂતલક્ષણ કોને કહે છે?
ઉ. જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું હોય. જેમકેઅગ્નિનું લક્ષણ ઉષ્ણપણું. પ૬ર પ્ર. અનાત્મભુતલક્ષણ કોને કહે છે?
ઉ. જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું ન હોય. જેમકે દંડી પુરુષનું લક્ષણ દંડ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com