________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૪૪ ]
[ અધ્યાય : ૪ એક તીર્થંકર પ્રકૃતિ ગણવાથી ૪૨ પ્રકૃતિઓનો ઉદય થાય છે. ૫૫૩ પ્ર. તેરમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે ?
ઉ. બારમા ગુણસ્થાનમાં જે ૧૦૧ પ્રકૃતિઓની સત્તા છે તેમાંથી બુચ્છિત્તિપ્રકૃતિ સોળ (જ્ઞાનાવરણની ૫, અન્તરાયની ૫, દર્શનાવરણની ૪, નિદ્રા ૧, પ્રચલા ૧) ને ઘટાડવાથી બાકી રહેલી ૮૫ પ્રકૃતિઓની સત્તા રહે છે. ૫૫૪ પ્ર. ચૌદમાં અયોગી કેવળી નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે ? અને તે કોને પ્રાપ્ત થાય છે?
ઉ. મન, વચન, કાયના યોગોથી રહિત કેવળજ્ઞાન સહિત અરહંત ભટ્ટારક [ભગવાન] ને ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનનો કાળ અ, ઈ, ઉ, ઋ, ભૃ એ પાંચ હ્રસ્વસ્વરોનો ઉચ્ચાર કરવાની બરાબર છે. પોતાના ગુણસ્થાનના કાળના દ્વિચ૨મ સમયમાં સત્તાની ૮૫ પ્રકૃતિઓમાંથી ૭૨ પ્રકૃતિઓનો અને ચરમ સમયમાં ૧૩ પ્રકૃતિઓનો નાશ કરીને, અ૨હંત ભગવાન મોક્ષધામે [સિદ્ધશિલાએ ] પધારે છે. ૫૫૫ પ્ર. ચૌદમાં ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com