________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ ]
[અધ્યાય : ૪ ૫૪૭ પ્ર. બારમા ગુણસ્થાનમાં બંધ કેટલી પ્રકૃતિઓનો થાય છે?
ઉ. એક શાતાવેદનીય માત્રનો બંધ થાય છે. ૫૪૮ પ્ર. બારમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય?
ઉ. અગિયારમાં ગુણસ્થાનમાં જે પ૯ પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી વજનારા અને નારાચ એ બે બુચ્છિત્તિપ્રકૃતિઓને ઘટાડવાથી પ૭ પ્રકૃતિઓનો ઉદય થાય
૫૪૯ પ્ર. બારમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે?
ઉ. દશમા ગુણસ્થાનમાં ક્ષપક શ્રેણીવાળાની અપેક્ષાએ ૧૦૨ પ્રકૃતિઓની સત્તા છે, તેમાંથી બુચ્છિત્તિપ્રકૃતિ સંજ્વલન લોભના ઘટાડવાથી બાકીની રહેલી ૧૦૧ પ્રકૃતિઓની સત્તા રહે છે. ૫૫૦ પ્ર. તેરમા સયોગકેવળી નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? અને તે કોને પ્રાપ્ત થાય છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com