________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૩૭ કહ્યું છે, તેમાંથી બુચ્છિત્તિ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ ચારને ઘટાડવાથી દ્વિતીયોપશમ સમ્યગ્દષ્ટિ ઉપશમશ્રેણીવાળાને તો ૧૪ર પ્રકૃતિની સત્તા છે પરંતુ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ઉપશમશ્રેણીવાળાને દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિરહિત ૧૩૯ ની સત્તા રહે છે અને ક્ષપકશ્રેણીવાળાને સાતમા ગુણસ્થાનની ભુચ્છિત્તિપ્રકૃતિ આઠ [ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા દર્શનમોહનીયની ત્રણ અને એક દિવાયુ] ને ઘટાડવાથી બાકી રહેલી ૧૩૮ પ્રકૃતિઓની સત્તા રહે છે. પ૩પ પ્ર. નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. આઠમા ગુણસ્થાનમાં જે ૫૮ પ્રકૃતિઓનો બંધ કહ્યો છે, તેમાંથી બુચ્છિત્તિપ્રકૃતિ છત્રીશ (નિદ્રા, પ્રચલા, તીર્થકર, નિર્માણ, પ્રશસ્ત વિહાયોગતિ, પંચેન્દ્રિયજાતિ, તેજસ શરીર, કાર્માણ શરીર આહારક શરીર, આહારક અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, વૈક્રિયકશરીર, વૈક્રિયક અંગોપાંગ, દેવગતિ, દેવગત્યાનુપૂર્વી, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અગુરુલઘુત્વ, ઉપઘાત, પરવાત, ઉચ્છવાસ, ત્રસ, બાદર, પર્યામ, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદય, હાસ્ય, રતિ, જાગુપ્તા, ભય) ઘટાડવાથી બાકી રહેલી રર પ્રકૃતિઓનો બંધ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com