________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૩૫ સંબંધી પરિણામોમાં સદેશતા યથાસંભવ જાણવી. તેનું વિશેષ સ્વરૂપ ગોમટ્ટસારજીના ગુણસ્થાનાધિકારમાં તથા છાપેલા સુશીલા ઉપન્યાસના ૧૯૧ મા પાનાથી ૧૯૬ મા પાનાં સુધીમાં જોવું. પ૨૯ પ્ર. સાતમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે ?
ઉ. છઠ્ઠા ગુણસ્થાનમાં જે ૬૩ પ્રકૃતિઓનો બંધ કહ્યો છે, તેમાંથી બુચ્છિત્તિ પ્રકૃતિ છના (અસ્થિર, અશુભ, અશાતા, અયશસ્કીર્તિ, અરતિ અને શોક) ના ઘટાડવાથી બાકી રહેલી પ૭ પ્રકૃતિમાં આહારકશરીર અને આહારક અંગોપાંગ એ બે પ્રકૃતિઓને ભેળવવાથી પ૯ પ્રકૃતિઓનો બંધ થાય છે. પ૩૦ પ્ર. સાતમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે?
ઉ. છઠ્ઠા ગુણસ્થાનમાં જે ૮૧ પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે તેમાંથી બુચ્છિત્તિ પ્રકૃતિ પાંચ [ આહારક શરીર, આહારક અંગોપાંગ, નિદ્રાનિદ્રા પ્રચલાપ્રચલા અને ત્યાનગૃદ્ધિ] ના ઘટવાથી બાકી રહેલી ૭૬ પ્રકૃતિઓનો ઉદય થાય છે. પ૩૧ પ્ર. સાતમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com